પાકિસ્તાને કરાચી જેલમાં બંધ 80 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે, આ તમામ માછીમારોને વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. પાકિસ્તાની સરકારના એક અભિયાન હેઠળ ગેરકાયદે વિદેશી પ્રવાસીયોને દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે. આ તમામ ભારતીય માછીમારોને ભારે સુરક્ષા વચ્ચે અલ્લામા ઈકબાલ એક્સપ્રેસ ટ્રેન દ્વારા વાઘા બોર્ડર મોકલવામાં આવ્યા હતા. ગુજરાતના ફિશરીઝ ડિપોર્ટમેન્ટના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતના અધિકારીઓની એક ટીમ અમૃતસરમાં તેમનું સ્વાગત કરશે.
#WATCH | Amritsar, Punjab: 80 Indian fishermen, who were released by Pakistan, entered India via the Attari-Wagah border today pic.twitter.com/gHDqnN2dIR
— ANI (@ANI) November 10, 2023
77 માછીમારો ગુજરાતના
#WATCH | Amritsar, Punjab: 80 Indian fishermen, who were released by Pakistan, entered India via the Attari-Wagah border today pic.twitter.com/gHDqnN2dIR
— ANI (@ANI) November 10, 2023પાકિસ્તાન ફિશરકોક ફોરમ (PFF)ના મહા સચિવ સઈદ બલોચે 10 નવેમ્બરે પોસ્ટ કરી 80 ભારતીયને મુક્ત કરવાની જાણકારી આપી હતી. પાકિસ્તાને મુક્ત કરેલા 80 માછીમારો પૈકીના 77 માછીમારો ગુજરાતના છે, તેમાં પણ 59 સોમનાથ, 15 દ્વારકા, 2 અમરેલી, એક જામનગર 3 દીવ, દમણ અને દાદરા નગર હવેલીથી છે. પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરીટી એજન્સી (PMSA)એ સપ્ટેમ્બર અને નવેમ્બર 2020 દરમિયાન આ 80 માછીમારોની માછલી પકડતા અટકાયત કરવામાં આવી હતી. પાકિસ્તાની જેલમાં જુલાઈ સુધી 266 ભારતીય માછીમારો બંધ હતા, તેમાંથી બે ઓગસ્ટ અને એક ઓક્ટોબરમાં અવસાન પામ્યા હતા.