અસહ્ય ગરમીનો માર આપણે સહન કરી રહ્યા છીએ.. કાળઝાળ ગરમીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે.. ગરમી ક્યારે ઓછી થશે તેની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે.. એસી પણ કામ નથી કરતા એવું લાગે છે.. ગુજરાતમાં પણ ગરમી કાળો કહેર વરસાવી રહી છે જેને કારણે ઘરમાંથી બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. અમદાવદ તેમજ ગાંધીનગર માટે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.. અમદાવાદનું તાપમાન 47 ડિગ્રી નજીક પહોંચી ગયું છે.. ગઈકાલે અમદાવાદનું તાપમાન 46.6 નોંધાયું હતું.
અમદાવાદ અને ગાંધીનગર માટે અપાયું રેડ એલર્ટ
ગુજરાત સહિત દેશભરમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય તેવું લાગે છે... 26 તારીખ સુધી તાપમાનમાં વધારો થઈ શકે છે તેવું લાગે છે.. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બે જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. જેને કારણે ઘરની બહાર નીકળતા પહેલા સો વખત વિચાર કરજો કારણ કે લૂ ગમે ત્યારે લાગી શકે છે..
અમદાવાદનું નોંધાયું સૌથી વધારે તાપમાન
ગુરૂવારે ગુજરાતનું હોટેસ્ટ સિટી અમદાવાદ બન્યું હતું.. અમદાવાદનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી નોંધાયું છે.. 42ને પાર અનેક જિલ્લાઓનું તાપમાન પહોંચી ગયું છે.. 26 તારીખ સુધી ગરમીનો માર તો સહન કરવો પડશે તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. તે સિવાય ડીસાનું તાપમાન 45.4 ડિગ્રી નોંધાયું હતું, ગાંધીનગરનું તાપમાન 46.0 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 44.1 ડિગ્રી નોંધાયું હતું.. વડોદરાનું તાપમાન 45.0 ડિગ્રી જ્યારે સુરતનું 37 ડિગ્રી નોંધાયું હતું.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
ભુજનું તાપમાન 42.8 ડિગ્રી જ્યારે કંડલા એરપોર્ટનું તાપમાન 45.5 ડિગ્રી, અમરેલીનું તાપમાન 44.4 ડિગ્રી જ્યારે ભાવનગરનું તાપમાન 42.2 ડિગ્રી જ્યારે દ્વારકાનું તાપમાન 32.7 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 37.4 જ્યારે રાજકોટનું તાપમાન 43.8 ડિગ્રી નોંધાયું છે. વેરાવળનું તાપમાન 33.2 ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 45.9 ડિગ્રી જ્યારે મહુવાનું તાપમાન 41.8 અને કેશોદનું તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે..
મુખ્યમંત્રીએ લોકોને કરી આ અપીલ
મહત્વનું છે કે વધતી ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે.. ગરમીથી કેવી રીતે બચવું તે માટે અનેક રીતે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. અનેક જગ્યાઓ પર બોર્ડ લગાવવામાં આવ્યા છે કે પાણી વધારે પીવું જોઈએ, લાઈટ કલરના કપડા પહેરવા જોઈએ, પાણીની કમી શરીરમાં ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.. મુખ્યમંત્રી દ્વારા પણ વધતી ગરમીથી કેવી રીતે બચવું જોઈએ તે માટે જાણકારી આપવામાં આવી છે.. જેમાં તેમણે પણ ગરમીથી, લૂ ના લાગે તે માટે કેવા પગલા લેવા જોઈએ તેની જાણકારી આપી છે... તમે પણ ગરમીથી બચવા માટે ઉચિત પગલા લો તેવી આશા..