સુરતના કામરેજના 81 સભ્યોના આ પરિવારે મતદાન દ્વારા લોકશાહીના પર્વની કરી ઉજવણી


  • Published By :
  • Published Date : 2022-12-01 11:47:20

દેશ અને રાજ્યમાં સંયુક્ત પરિવારો તુટી રહ્યા છે અને ભાઈ-બહેન વચ્ચે કે પિતા અને પુત્ર વચ્ચે ઝઘડા સામાન્ય ઘટના બની ગયા છે, ત્યારે સુરતના કામરેજ વિસ્તારમાં રહેતો 81 સભ્યોનો આ પરિવાર એકતા, સંવાદિતા અને પારિવાકરિક બંધુત્વનું અનોખું દ્રષ્ટાંત બની ગયો છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, આ પરિવાર તેમના મતાધિકારને લઈ ખુબ જ સજાગ છે અને પરિવારના તમામ સભ્યોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


મતદાનનો સંદેશ


કામરેજમાં સોલંકી પરિવાર એક સંદેશ આપવા માંગે છે કે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો કેટલો જરૂરી છે. પરિવારમાં સૌથી મોટા મતદાર 82 વર્ષના શામજીભાઈ છે અને સૌથી નાના 18 વર્ષના પાર્થ અને વેદાંત છે જેઓ આ વખતે પ્રથમ વખત મતદાન કરશે. સોલંકી પરિવારનો મતદાન વિસ્તાર નવાગામમાં છે. આ પરિવાર તેમના વિવિધ વાહનો સાથે મતદાન કરવા પહોંચ્યો ત્યારે નજારો જોવા જેવો હતો. આ પરિવારના 81 સભ્યોમાંથી 60 તો નોંધાયેલા મતદારો છે. આ પરિવારના તમામ સભ્યો તો મતદાન કરે છે પણ અન્ય લોકોને પણ તે માટે પ્રેરણા આપે છે.


છ ભાઈઓનો પરિવાર


બોટાદના લાખિયાણી ગામના વતની અને વ્યવસાયે લુહાર એવા લાલજી સોલંકી સુરતના કામરેજમાં 1985માં આવીને વસ્યા હતા. લાલજી સોલંકી છ ભાઈઓ પણ સુરત શહેરના કામરેજમાં સ્થાયી થયા છે. તેમણે તેમના ભાઈઓ સાથે મળીને ખેતીના સાધનો બનાવવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે પરિવાર વધતો ગયો. હાલમાં, પરિવારનું કદ 96 છે જેમાંથી 15 ગામમાં રહે છે જ્યારે 81 કામરેજમાં રહે છે.


તેઓ જે ઘરમાં રહે છે તેમાં એક વિશાળ હોલ છે, કૌટુંબિક પ્રસંગો માટે આ હોલને ખાસ રીતે સજાવવામાં આવે છે. જો કે આ પરિવાર પણ ફેલાઈ રહ્યો છે તેમ જગ્યાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ પરિવારે  જ્ઞાતિ કે અન્ય કોઈ ઝંઝટમાં પડ્યા વગર  સંયુક્તપણે એક મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે સાથે મળીને મતદાન કરવાનું નક્કી કર્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?