ગુજરાત ચૂંટણીનો તબક્કો-1: નેતાઓમાં અતિઉત્સાહ પણ મતદારોનો ઠંડો પ્રતિસાદ કેમ?


  • Published By :
  • Published Date : 2022-12-02 14:19:54


ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર કુલ 2.4 કરોડ મતદારોમાંથી 62.8% થી ઓછા મતદારોએ ગુરુવારે 788 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરવા માટે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ તબક્કાનું મતદાન સૌરાષ્ટ્ર અને કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયું પણ  મતદાન નિરીક્ષકોના કહેવા પ્રમાણે શહેરોમાં કોઈ ધસારો જોવા મળ્યો નથી; સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના ગ્રામીણ વિસ્તારોમાં 2017ની સરખામણીમાં મતદાનની ઓછી ટકાવારી તે જ પ્રમાણે શહેરો અને અર્ધશહેરી વિસ્તારોમાં તે વધુ સુસ્ત જોવા મળ્યું હતું. ગુરુવારે વહેલી સવારે મતદાનની શરૂઆત ઝડપી ગતિએ થઈ હોવા છતાં, તે સૌરાષ્ટ્ર અને કચ્છના 11 જિલ્લાઓમાં 2017ના લેવલથી નીચે પૂર્ણ થયું હતું. હવે આ ઓછા મતદાનથી કોને નુકસાન થશે તેને લઈ સત્તાધારી પાર્ટી અને વિપક્ષના નેતાઓની ચિંતિંત છે.


2017માં શું સ્થિતી હતી?


રાજ્યની કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી 48 બેઠકો ધરાવતો સૌરાષ્ટ્ર પ્રદેશ સત્તાના સમીકરણને સત્તાધારી ભાજપ કે કોંગ્રેસની તરફેણમાં કે વિરુદ્ધમાં નમાવવાની ક્ષમતા ધરાવે છે. 2017 ની વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસે આ પ્રદેશમાં 28 બેઠકો મેળવી હતી, તેની અગાઉની ચૂંટણીની સંખ્યા 15માં સુધારી હતી અને ભાજપની જીતની સંખ્યાને 99 સુધી મર્યાદિત કરી દીધી હતી.


શાંત માહોલમાં પણ ઓછું મતદાન

 

ગુરુવારે ત્રણ જિલ્લાઓ - મોરબી, ગીર સોમનાથ અને અમરેલી - જ્યાં ભાજપને અગાઉની ચૂંટણીમાં ખાલી ડ્રો થયો હતો, ત્યાં નોંધપાત્ર રીતે ઓછું મતદાન જોવા મળ્યું હતું. 2017માં મોરબી, ગીર સોમનાથ અને અમરેલીમાં અનુક્રમે 73. 68%, 69% અને 62% મતદાન થયું હતું. જે ગુરુવારે મોરબીમાં 67%, ગીર સોમનાથમાં 60% અને અમરેલીમાં 57% થઈ ગયું હતો. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ આવું જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રની કેટલીક સીટો પર છૂટાછવાયા બનાવોને બાદ કરતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચૂંટણી એકંદરે શાંત માહોલમાં યોજાઈ હતી. શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં વહેલી સવારથી જ મતદારો બુથ પર પહોંચવા લાગ્યા હતા. તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો, સેલિબ્રિટીઓ અને અમલદારોએ મતદાનના પ્રથમ બે કલાકમાં તેમની લોકશાહી ફરજ નિભાવવાનું પસંદ કર્યું હતું. રાજકોટમાં સવારના પ્રથમ ત્રણ કલાકમાં મતદાનની ગતિ ધીમી રહી હતી. જો કે, બપોરના 2 વાગ્યા પછી કાલાવડ રોડ, રેસકોર્સ, રૈયા રોડ અને 150 ફૂટ રિંગરોડ જેવા પોશ વિસ્તારોના મતદાન મથક પર મતદારો ઉમટી પડતાં મોટાભાગનું મતદાન શરૂ થયું હતું. જોકે, જંગલેશ્વરમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા એક કલાક માટે મતદાન અટકાવવું પડ્યું હતું. આના કારણે ઘણા લોકોએ મતદાન મથક પણ છોડી દીધું હતું, એમ થોડા મતદારોએ જણાવ્યું હતું.


મોરબી દુર્ઘટનાની પરિણામ પર અસર થશે?


સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં, પ્રથમ ત્રણ કલાકમાં મતદારોનું મતદાન સારું હતું, પરંતુ સવારે 11 વાગ્યા પછી બપોરના ભોજનના કલાકો સુધી સંખ્યા ઘટી હતી. બપોરે 3 વાગ્યા પછી મતદાન શરૂ થયું હતું જે સાંજે 5 વાગ્યા સુધી મતદાન પૂર્ણ થયું ત્યાં સુધી ચાલુ રહ્યું હતું. 30 ઓક્ટોબરે બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાએ મોરબીના લોકોને ગુરુવારે મતદારોને મતદાન કરતા અટકાવ્યા ન હતા. સવારથી જ લોકો સારી સંખ્યામાં મતદાન કરવા આવ્યા હતા. પુલ તૂટી પડવાની દુર્ઘટના પરિણામ પર પ્રતિબિંબિત કરશે તેવું ચોક્કસપણે કહીં શકાય.


ચૂંટણી પંચે શું કહ્યું?


2017ની ચૂંટણીની સરખામણીમાં મતદાન લગભગ ચાર ટકા ઓછું હતું, જે પાટીદાર, દલિત અને OBC નેતાઓની આગેવાની હેઠળના જ્ઞાતિ-આધારિત આંદોલનો, નોટબંધી અને GST અમલીકરણ જેવા કેટલાક સળગતા મુદ્દાઓની પૃષ્ઠભૂમિમાં યોજાઈ હતી. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ કહ્યું: “મોટા જાગૃતિ અભિયાનો હોવા છતાં, મતદાન ઓછું છે અને તે ચિંતાનો વિષય છે. ઓછા મતદાનના અનેક કારણો હોઈ શકે છે. ભારતીએ કહ્યું કે EVM, VVPAT મશીનની ખામી અને આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનને બાદ કરતાં, હિંસા અથવા ગેરવર્તણૂકની અન્ય કોઈ ગંભીર ફરિયાદો નોંધાઈ નથી.”


આદિવાસી વિસ્તારોમાં રેકોર્ડ બ્રેક મતદાન


સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોની તુલનામાં આદિવાસી પટ્ટામાં મતદાનને લઈ લોકોનો ઉત્સાહ ગજબનાક હતો. જેમ કે ઝગડિયામાં 78 ટકા મતદાન થયું છે. તે જ પ્રકારે કપરાડામાં 76%, અને ધરમપુરમાં 65% મતદાન થયું હતું.



મતદારોનો ઠંડો પ્રતિસાદ


સૌરાષ્ટ્રની વિવિધ સીટો પણ મતદારો પણ શિયાળાની ઠંડીની અસર જોવા મળી કે બીજું કાંઈ પણ મતદાન મથકો સુના જોવા મળ્યા હતા. જેમ કે પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી મોરબી-75%, વાંકાનેર-72% જ્યારે પોરબંદરમાં સૌથી ઓછું 53.8% મતદાન થયું છે. આ સીટ પરથી અર્જુન મોઢવાડીયા અને બાબુ બોખિરિયા ચૂંટણી લડી રહ્યા છે.

સુરતની 12 સીટો પર પણ પાટીદારોનું માતબર પ્રભુત્વ છે. તેના કારણે જ આમ આદમી પાર્ટીએ કોર્પોરેશનની ચૂંટણીમાં સારૂ પ્રદર્શન કર્યું હતું, આ વખતે મતદારોનું વલણ કોના તરફ છે તે તો ચૂંટણી પરીણામો પછી જ જાણી શકાશે. કચ્છની માંડવી સીટ પર પણ 18 ટકા જેટલું ઓછું મતદાન થયું તે જ પ્રકારે સુરતના માંગરૌળમાં પણ  17.5 ટકા ઓછું મતદાન થયું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?