ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. જો કે જાણીતા આદીવાસી નેતા છોટુ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) અને બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારની પાર્ટી JDU વચ્ચે ગઠબંધન થયું છે. આ સ્થિતીમાં આદીવાસી મતદારોના વોટ કોને મળે છે તે જોવાનું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નિતીશ કુમાર પણ BTP-JDU ગઠબંધન માટે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.
ભાજપ સામે નિતીશ કુમાર કરશે ચૂંટણી પ્રચાર
જેડીયુના નેતા અને રાષ્ટ્રિય મહાસચિવ અફાક અહેમદ ખાનના જણાવ્યા પ્રમાણે નિતીશ કુમાર મોદીના ગઢ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. ખાને વધુમાં જણાવ્યું કે નિતીશ કુમારે ગુજરાતમાં ભાજપ સામે ચૂંટણી પ્રચાર કરવાની ઈચ્છા દર્શાવી છે. નિતીશ કુમાર બિહારની બહાર પણ જેડીયુની સ્થિતી મજબુત બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે, અને તે માટે તેઓ ચોક્કસપણે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.