Gujarat Assembly Election 2022: 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે યોજાશે ચૂંટણી, 8 ડિસેમ્બરે જાહેર થશે પરિણામ


  • Published By :
  • Published Date : 2022-11-03 13:42:22

રાજ્યની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર થઈ ગઈ છે. કેન્દ્રિય ચૂંટણી પંચ આજે બપોરે 12.30 વાગ્યે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે છે. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે યોજાશે ચૂંટણી, 8 ડિસેમ્બરે  પરિણામ જાહેર થશે. મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. 


બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી


રાજ્યમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે એમ બે તબક્કાનું મતદાન યોજાશે.  ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા જ આચાર સંહિતા લાગુ થશે. કોઇ પણ સરકારના સરકારી જાહેરાતો થઇ શકશે નહીં. નેતાઓને મળતી સરકારી ગાડીઓ પરત ખેંચાઇ જશે. સરકારી જાહેરાતોના હોડિંગ પણ ઉતારી લેવામાં આવશે. સરકારી યોજના કે લોકાર્પણ કે ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાશે નહીં. ચૂંટણી પંચની મંજૂરી વગર કોઇ પણ બદલીઓ થઇ શકશે નહીં.


પ્રથમ અને બીજા તબક્કામાં ક્યા યોજાશે મતદાન?


પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર પહેલી ડિસેમ્બરનાં રોજ કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગમાં મતદાન યોજાશે. 


જ્યારે બીજા તબક્કામાં 93 બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં મતદાન યોજાશે.


ક્યારે નોટિફિકેશન જાહેર થશે?


પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. 


તે જ પ્રકારે બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.


પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું ચૂંટણી પંચે?


1-ચૂંટણીનું બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે


2-ગુજરાત અને હિમાચલ પ્રદેશની મતગણતરી એક સાથે જ 8 ડિસેમ્બર 2022ના રોજ થશે


3-ગુજરાત વિધાન સભાનો 18 ફેબ્રુઆરી 2023 પૂરો થશે કાર્યકાળ, હજુ 100 દિવસ બાકી છે. કુલ 182 બેઠકોમાંથી  142 જનરલ, 17 એસસી, 23 એસટી બેઠકો અનામત, 51782 કુલ મતદાન મથક, 142 મોડલ મતદાન મથક બનાવવામાં આવશે.


4-રાજ્યમાં 50 ટકા મતદાન મથકો પર વેબ કાસ્ટિંગની વ્યવસ્થા રાખવામાં આવશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, 27 હજારથી વધુ સર્વિસ મતદાતા, 1274 મતદાન મથકો પર મહિલાઓ તૈનાત રહેશે, દિવ્યાંગો માટે 182 વિશેષ મતદાન મથકો બનાવાશે, 9.87 લાખ મતદાતાઓ 80 વર્ષ ઉપરના  છે.


5-ગુજરાતમાં 4.9 કરોડ મતદાતા નોંધાયા છે. 3.24 લાખ નવા મતદાતા ઉમેરાયા છે. 59782 કુલ મતદાન મથકો છે.આ સાથે 59782 કુલ મતદાન મથકો રહેશે. રાજ્યમાં 4.6 લાખ મતદારો પહેલી વખત મતદાન કરશે


6-ચૂંટણી પંચે જણાવ્યુ કે, 182 મતદાન મથકો માત્ર દિવ્યાંગો કર્મચારીઓ સંચાલિત હશે. 182 મતદાન મથકો માત્ર દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત કરશે. 33 મથકો પર યુવાન કર્મચારીઓ તૈનાત રહેશે.


7- ગીરસોમનાથનાં એક બુથમાં એક જ વ્યક્તિના મતદાન માટે 15 ટીમનો સ્ટાફ જશે.


8-બે કિલોમીટર વધુના અંતરમાં એક પણ પોલીંગ બુથ નહીં 


9- 2017 ની તુલનામાં ટ્રાન્શજેન્ડરની સંખ્યા વધીને બેગણી થઈ


10-સરેરાશ 948 મતદારો દીઠ એક કેન્દ્ર બનશે.


11-અર્બન વિસ્તારમાં 17,506 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 34,276 મતદાન કેન્દ્રો


12-ફોર્મ 12-ડી ભરનારા સિનિયર સિટિઝન્સને ઘેરબેઠા મતદાનની સુવિધા. રાજ્યમાં 8 લાખથી વધુ 80 વર્ષની વય ધરાવતા મતદારો.


13-4.4 લાખ જેટલા દિવ્યાંગ મતદારો, થર્ડ જેન્ડરના મતદારો માટે પણ ખાસ સુવિધા ઉભી કરાશે


14- 2017ની સરખામણીએ થર્ડ જનરેશનના મતદારોમાં 100 ટકાનો વધારો, સંખ્યા વધીને 1417 પર પહોંચી.


15- ઉમેદવારોની એફિડેવિટ, ક્રિમિનલ રેકોર્ડ, પ્રોપર્ટીની વિગતો મતદાતાઓ ઓનલાઈન જોઈ શકશે.


16- ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારોને તેની વિગતો અખબાર, સોશિયલ મીડિયામાં પબ્લિશ કરવી પડશે. રાજકીય પક્ષોએ પણ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારની પસંદગી કેમ કરી તેનું પણ કારણ આપવું પડશે.


17- ચૂંટણી દરમિયાન રાજ્યમાં દારુ કે નશીલા પદાર્થો ઘૂસાડવામાં ના આવે તે માટે ખાસ તકેદારી રખાશે.

ફરિયાદ કર્યાની 100 મિનિટની અંદર જ સમાધાન મળશે


18-ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો પોતાની ગુનાની માહિતી જાહેર કરવી પડશે


19-C-vigil એપ્લિકેશન ઉપર ફરિયાદ કરી શકશો


20-ફેક ન્યૂઝ ઉપર ધ્યાન રાખવા માટે સોશિયલ મીડિયા ટીમ બનાવાશે અને ફેક ન્યૂઝ ઉપર કડક પગલાં લેવાશે


21-વાગરામાં એક મતદાન મથક શિપિંગમાં કન્ટેનરમાં બનાવાયું છે


22-ફરિયાદ કર્યાની 100 મિનિટની અંદર જ સમાધાન મળશે


23-ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો પોતાની ગુનાની માહિતી જાહેર કરવી પડશે


24- C-vigil એપ્લિકેશન ઉપર ફરિયાદ કરી શકશો


25-ફેક ન્યૂઝ ઉપર ધ્યાન રાખવા માટે સોશિયલ મીડિયા ટીમ બનાવાશે અને ફેક ન્યૂઝ ઉપર કડક પગલાં લેવાશે


26-મતદાતાઓ KYC એપ્લિકેશન પરથી ઉમેદવારોની માહિતી જાણી શકાશે. જેમાં તેમની મિલકત સાથે તેમને લગતી તમામ માહિતી વાંચી      શકાશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?