નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પૂર્ણ થઈ જશે તેવુ મારુ માનવું છે: CR પાટીલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 15:44:10

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે પ્રયત્નો  કરી રહ્યા આ વખતે રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણી જંગ છે. રાજકીય પાર્ટીઓ જે તીવ્રગતિથી લોભામણી જાહેરાતો કરી રહ્યા છે તે જોતા આ વખતે ચૂંટણી વહેલી યોજાય તેવું જણાઈ રહ્યું છે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ આ અંગે સુચક નિવેદન કર્યું છે. 


વિધાનસભાની ચૂંટણી 10થી 12 દિવસ વહેલા યોજાશે     


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે મોટું નિવેદન આપ્યું છે, આજે આણંદ જિલ્લાના નવા કાર્યાલય કમલમના લોકાર્પણ બાદ જિલ્લા પેજ સમિતિ સ્નેહ મિલન સભા યોજાઈ હતી.આણંદ અક્ષર ફાર્મ ખાતે 30,000 થી વધુ પેજ સમિતિ ના સભ્યો નું સ્નેહ મિલન કાર્યકમ પણ યોજાયું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, 'નવેમ્બરના એન્ડ સુધીમાં ચૂંટણી પૂર્ણ થઈ જાય એવું મને લાગે છે. વર્ષ 2012-2017માં તો ડિસેમ્બરની 12મી તારીખે ચૂંટણી યોજાઈ હતી. આ વખતે 10થી 12 દિવસ વહેલા ચૂંટણી આવી જાય તેવું મારું માનવું છે.' . તેમણે કહ્યું કે, નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પૂર્ણ થઈ જશે તેવુ મારુ માનવું છે.


જો કે પાટીલે તેમ પણ જણાવ્યું કે, 'નવેમ્બરના એન્ડ સુધીમાં ચૂંટણી પૂર્ણ થઈ જાય એવું મને લાગે છે. વર્ષ 2012-2017માં તો ડિસેમ્બરની 12મી તારીખે ચૂંટણી યોજાઈ હતી. આ વખતે 10થી 12 દિવસ વહેલા ચૂંટણી આવી જાય તેવું મારું માનવું છે.'


સી.આર પાટીલે વધુમાં કહ્યું કે, 'મને કોઈએ આવું કહ્યું નથી. મારી સાથે કોઈની વાત થઈ નથી. હમણા પત્રકાર મિત્રો બ્રેકિંગ ચલાવી દેશે કે અધ્યક્ષે તારીખ જાહેર કરી દીધી, પરંતુ ચૂંટણીની તારીખ જાહેર કરવાની સત્તા મારી પાસે નથી.'


મુખ્ય ચૂંટણી કમિશ્નર આજે ગાંધીનગરમાં 


રાજ્ય સરકારમાં રહેલા સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર 20 થી 22 ઓક્ટોબર આસપાસ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ગુજરાત ચૂંટણીની તૈયારીને લઈને મુખ્ય ચૂંટણી કમિશ્નર આજે ગાંધીનગરમાં છે.

 


તમામ પક્ષોની નજર ગુજરાત પર 



ગુજરાતની આ વખતની વિધાનસભાની ચૂંટણી એટલા માટે મહત્વની છે કેમ કે અત્યાર સુધી માત્ર બે જ પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર થતી હતી. જો કે હવે રાજકીય માહોલ બદલાઈ ગયો છે. આમ આદમી પાર્ટીને જબરદસ્ત લોકપ્રતિસાદ મળી રહ્યો છે. તેથી દેશભરમાં ગુજરાતની ચૂંટણી પર સૌની નજર છે. હાલ તમામ રાજકીય પક્ષો પોતાની રીતે ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરા ઉપરી ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે અને ચૂંટણી પ્રચારની ગતિવિધિઓ તેજ બની છે. આગામી દિવસોમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ  છેલ્લા 2 મહિનાથી સતત ગુજરાત પ્રવાસ કરી પોતાની પાયાની જમીન બનાવી રહ્યા છે. ગઈકાલે જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અમદાવાદ આવ્યા હતા. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?