કોઈ પણ ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓના નેતાઓ વચ્ચે ટિકિટ મેળવવા માટે ખેંચતાણ શરૂ થઈ જતી હોય છે. હવે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પણ ટિકિટને લઈ રાજકારણ ગરમાયું છે. રાધનપુર વિધાનસભા બેઠકની ટીકીટને લઈ ભાજપમાં જ કકળાટ શરૂ થયો છે.
અલ્પેશ ઠાકોર સામે રાધનપુરમાં વિરોધ શરૂ
રાધનપુર વિધાનસભા બેઠક માટે ભાજપમાં આંતરવિરોધ શરૂ થઈ ગયો છે. પાર્ટીમાં આંતરિક મતભેદો ખુલીને બહાર આવી ગયા છે. ભાજપના પ્રદેશ પ્રમખ સીઆર પાટીલે અલ્પેશ ઠાકોરને આડકતરી રીતે રાધનપુર બેઠક માટે શુભેચ્છાઓ આપતા સ્થાનિક ભાજપના નેતાઓ ટિકિટ માટે ચણભણ શરૂ કરી દીધી છે. રાધનપુરમાં 'જીતશે સ્થાનિક, હારશે બહારનો, લડશે સ્થાનિક જીતશે સ્થાનિક' તેવું લખાણવાળી પત્રિકા થઈ ફરતી. ટિકિટ મુદ્દે રાધનપુરમાં ખુદ ભાજપ સામે હવે ભાજપ આવી ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોરનું સમીમાં શક્તિ પ્રદર્શન
અલ્પેશ ઠાકોરના વિરોધમાં સ્થાનિક નેતાઓ પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોર છે. તેમણે ટીકીટ માંગ ને લઈ પ્રયાસો શરૂ પણ કરી દીધા છે. સમીના રણાવાડા ગામે લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોરની આગેવાનીમાં મહાસંમેલન યોજીને શક્તિપ્રદર્શન કરશે. 11 ઓક્ટોબરે યોજાનારા આ મહાસંમેલનમાં અઢારે આલમ સમાજનાં લોકો હાજર રહે તેવુ મનાય છે.