ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીએ તેના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીના નામની જાહેરાત કરી છે. હવે ઈસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી લડશે તે જોવાનું છે. રાજ્યમાં તેમની વિધાનસભાની સીટને લઈ અટકળો અટકળોનું બજાર ગરમ છે.
દ્વારકાથી વિધાનસભાની ચૂંટણી લડી તેવી સંભાવના
મુખ્યમંત્રીના આપના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીના નામ માટે 73 ટકા લોકોએ પોતાની સંમતી દર્શાવી છે. હવે AAPના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈસુદાન ગઢવી દ્વારકાથી વિધાનસભાની ચૂંટણી લડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઈસુદાન ગઢવી રાજ્યના સુવિખ્યાત અને પવિત્ર યાત્રા ધામ દ્વારકા ધામથી ચૂંટણી લડશે તેવી સંભાવના વધુ જણાઈ રહી છે.