વિજયી ભવ: AAPના અલ્પેશ કથીરીયાએ BJP ઉમેદવાર કુમાર કાનાણીના લીધા આશીર્વાદ


  • Published By :
  • Published Date : 2022-12-01 13:43:51

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના મતદારો તેમના મધાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ સામાન્ય મતદારોની સાથે ઉમેદવારો પણ મતદાન કરવા પહોચી રહ્યા છે. મતદાન મથકે હરિફ ઉમેદવારો આમને-સામને આવી ગયા હોય તેવું પણ બની રહ્યું છે. જેમ કે સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા આપના અલ્પેશ કથિરીયા અને ભાજપના કુમાર કાનાણી સામ-સામે આવી ગયા ત્યારે અલ્પેશ કથિરીયા તેમના પ્રતિસ્પર્ધીને પગે લાગ્યા હતા.


અલ્પેશ કથીરિયા અને  કુમાર કાનાણીનો ભેટો


સુરતની વરાછા બેઠકના AAPના ઉમેદવાર અલ્પેશ કથીરિયા મત આપવા માટે જતા હતા ત્યારે મતદાન મથક પર જ કુમાર કાનાણી મળી ગયા હતા. ચૂંટણી પ્રચારમાં એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા કટ્ટર હરીફ એવા કાકા-ભત્રીજાએ આજે ગળે મળ્યા. બાદમાં અલ્પેશ કથીરિયાએ કુમાર કાનાણીના પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે, કુમાર કાકા વડીલ છે એટલે તેમના આશીર્વાદ લેવા એ  મારી ફરજ છે. હું રાજનીતિમાં નવો છું એટલે આશીર્વાદ લેવા જરૂરી બને. વરાછાની જનતા જાગૃત છે સમજીને મતદાન કરશે.


કાકા-ભત્રીજા વચ્ચે જોરદાર ટક્કર


AAPના વરાછાના ઉમેદવાર અલ્પેશ કથિરિયા અને ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી વચ્ચે કાટાની ટક્કર છે. સુરતની આ બેઠક જીતશે તેવો આપના ઉમેદવારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જો કે કુમાર કાનાણી પણ રાજકારણના જુના ખેલાડી છે. આ બંને ઉમેદવારોને સૌરાષ્ટ્રના મતદારોનો ટેકો છે પણ હવે સૌથી વધુ મત કોણ મેળવે છે તેના પર મોટો આધાર છે. 




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...