ઇલેક્સન ઈફેક્ટ: આદર્શ આચાર સંહિતાનો અમલ થતા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 90% રોકડ વ્યવહારો ઘટ્યા


  • Published By :
  • Published Date : 2022-11-16 20:10:29

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને માંડ બે અઠવાડિયા બાકી છે, અને આદર્શ આચાર સંહિતા (MCC) લાગુ થતાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં લગભગ 90% રોકડ વ્યવહારો પર રોક લાગી ગઈ છે. RERAનો અમલ થયા પછી પારદર્શિતાના અનેક દાવા છતાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોટા પ્રમાણમાં રોકડ વ્યવહારો થાય છે. રિયલ એસ્ટેટ સેક્ટરના નિષ્ણાતો કહે છે કે કડક પોલીસ તપાસ અને અન્ય સરકારી એજન્સીઓની સતર્ક નજર હોવાને કારણે લોકો રોકડ લેવડ-દેવડ ટાળી રહ્યા છે.


ઈન્કવાયરી વધી, સોદા ઘટ્યા


રિયલ એસ્ટેટ સેક્ટરના નિષ્ણાતોએ જણાવ્યું કે મકાનો, ફ્લેટ, દુકાનો અને ઓફિસ સ્પેશ માટે ઈન્કવાયરી આવે છે પરંતુ ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી સોદા, ખાસ કરીને મોટી રોકડ સાથે સંકળાયેલા સોદાને રોકી દેવામાં આવ્યા છે. રિયલ્ટર્સે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા કડક ચેકિંગને કારણે ડેવલપર્સ અને ખરીદદારો શહેરની આસપાસ રોકડની ટ્રાન્સફર કરવાનું જોખમ ટાળી રહ્યા છે. અમદાવાદમાં દિવસ-રાત વાહનોની તપાસ માટે 150 જેટલી પોલીસની ટીમો તૈનાત અને ચેકપોઈન્ટ્સ ઉભી કરવામાં આવી છે.


દિવાળી પહેલા સોદા નિપટાવી દેવાયા


એક ડેવલપરે જણાવ્યું હતું કે, “ચૂંટણી દરમિયાન રોકડની હેરફેર પર પ્રતિબંધ રહેશે તેવું સ્પષ્ટ થયું હોવાથી, અમે દિવાળી પહેલા શક્ય તેટલા સોદા નિપટાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. અને હવે, શહેરમાં પોલીસની સક્રિયતા જોતા ડેવલપર્સ અને ખરીદદારો બંને રોકડની ટ્રાન્સફરથી સાવચેત બન્યા છે.”



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?