ચૂંટણીમાં ભાજપનું જાતિ સમીકરણ, 42 પાટીદાર, 13 બ્રાહ્મણ, 3 જૈન, 14 ક્ષત્રિયો અને 14 મહિલાને ટિકિટ


  • Published By :
  • Published Date : 2022-11-10 20:56:00

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસ રહ્યા છે ત્યારે ભાજપે તેના 160 ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે તેના આ ઉમેદવારોની પસંદગીમાં જાતિ સમીકરણોનું ખૂબ ધ્યાન રાખ્યું છે. સબ કા સાથ સબ કા વિશ્વાસના સુત્રને અનુસરતા ભાજપે ગુજરાતમાં 42 પાટીદાર, 13 બ્રાહ્મણ, 3 જૈન, 14 ક્ષત્રિયો અને 14 મહિલાને ટિકિટ આપી છે. 


સૌરાષ્ટ્રમાં ભાજપના નવા ચહેરા


સૌરાષ્ટ્રમાં ભાજપે મોટાભાગના નવા ચેહરાને ટિકિટ આપી છે. રાજકોટમાં તો ચારેય સીટ પર નવા ચહેરાને તક આપવામાં આવી છે. જેમ કે ઉદય કાનગડ (રાજકોટ પૂર્વ), ડો. દર્શિતા શાહ (રાજકોટ પશ્ચિમ) તથા રમેશ ટીલાળાનો (રાજકોટ દક્ષિણ) સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં ભાનુબેન બાબરિયાને અને જામનગરમાં રિવાબાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.


દક્ષિણ ગુજરાતમાં ભાજપની 'રિપિટ' થિયરી


દક્ષિણ ગુજરાતમાં ભાજપે રિપિટ થિયરી અપનાવી બળવાનું જોખમ ટાળ્યું છે. સુરતની 11 બેઠકો પૈકીની એક માત્ર ઉધના સીટને બાદ કરતાં તમામ 10 બેઠકો પર ઉમેદવારોને રિપિટ કરાયા છે. તે જ પ્રકારે વલસાડ જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપર ઉમેદવારો રિપિટ કરાયા છે. સુરતમાં કુમાર કાનાણી, પ્રવીણભાઇ ઘોઘારી, સંગીતા પાટીલ, હર્ષ સંઘવી, વિનોદ મોરડિયા, પુર્ણેશ મોદીને જાળવી રાખવામાં આવ્યા છે. જ્યારે નવસારી જિલ્લામાં બેને રિપિટ કર્યા છે અને બે નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં બે બેઠકો ઉપર નવા ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. વલસાડમાં અરવિંદ પટેલ, કનુ દેસાઈ અને ભરત પટેલને જારી રખાયા છે. તાપી જિલ્લામાં બે નવા ચેહરા ઉતારવામાં આવ્યા છે. વ્યારા તેમજ નિઝર વિધાનસભા બેઠક ઉપરથી નવા ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે.


વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાઈ


ભાજપે 182માંથી 160 નામોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં ભાજપે વર્તમાન 85 ધારાસભ્યોની ટિકિટ કાપી છે. વિજય રૂપાણી, નીતિન પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, નીમા બહેન આચાર્ય બ્રજેશ મેરજા, આર. સી. ફળદુ,ધનજી પટેલ, મધુ શ્રીવાસ્તવ, પ્રદીપ પરમાર, રાકેશ શાહ, બલરામ થાવાણી, કિશોર ચૌહાણ, સૌરભ પટેલ,સુરેશ પટેલ, વલ્લભ કાકડિયા, જગદીશ પટેલ, અરવિંદ પટેલ,  કૌશિક પટેલ, વિભાવરીબેન દવે,વાસણ આહિર, હિતુ કનોડિયા,લાખાભાઈ સાગઠીયા,હકુભા જાડેજા,ગોવિંદ પટેલ,અરવિંદ પટેલ,સુરેશ પટેલ, કિશોર ચૌહાણ,અરવિંદ રૈયાણી,જગદીશ પટેલ,યોગેશ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સહિતનો સમાવેશ થાય છે.


યાદીમાં 14 મહિલાઓને સ્થાન


માલતીબેન મહેશ્વરી-ગાંધીધામ,જિગ્નાબેન પંડયા-વઢવાણ, ડો. દર્શિતાબેન શાહ-રાજકોટ પશ્ચિમ, ભાનુ બેન બાબરિયા રાજકોટ ગ્રામીણ, ગીતાબા જાડેજા-ગોંડલ, રિવાબા જાડેજા-જામનગર ઉત્તર,ડો. દર્શનાબેન દેશમુખ -નાંદોદ, સંગીતા બેન પાટિલ-લિંબાયત, ભીખીબેન પરમાર-બાયડ, ડો. પાયલબેન કુકરાની-નરોડાકંચનબેન વિનુભાઇ રાદડિયા-ઠક્કરબાપા નગર, દર્શનાબેન વાઘેલા અસારવા, મોરવા હડફ - નિમિષાબેન સુથાર, મનીશાબેન વકીલ-વડોદરા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે.


કોંગ્રેસના નેતાઓ માટે લાલ જાજમ


કોંગ્રેસ છોડીને જોડાયેલા નેતાઓને ભાજપે સાચવી લીધા છે. હાર્દિક પટેલને વિરમગામથી ટિકિટ આપવામાં આવી છે. 2017માં કોંગ્રેસમાંથી લડનારા આ નેતાઓને ભાજપે ટિકિટ આપવામાં આવી છે. જેમાં (1) ભગા બારડ, તલાલા (2) રાજેન્દ્રસિંહ મોહન રાઠવા, છોટાઉદેપુર(3) હર્ષદ રિબડિયા, વિસાવદર(4) કુંવરજી બાવળિયા, જસદણ (5) જવાહર ચાવડા, માણાવદર (6) જીતુ ચૌધરી, કપરાડા(7) હાર્દિક પટેલ, વિરમગામ (8) રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય(9) જયેશ રાદડીયા, જેતપુર(10)પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અબડાસા (11)જયદ્રથ સિંહ પરમાર, હાલોલ (12) બળવંતસિંહ રાજપૂત, સિદ્ધપુર (13) અશ્વિન કોટવાલ, ખેડબ્રહ્મા (14) જેવી કાકડિયા, ધારી (15) રાજેશ ઝાલા- કપડવંજ, કઠલાલ સીટ માટે ટિકિટ આપી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.