અમિત શાહનો દાવો, વિધાનસભાની ચૂંટણીની ચૂંટણીમાં AAP એક પણ સીટ જીતી નહીં શકે


  • Published By :
  • Published Date : 2022-12-01 09:59:22

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. રાજ્યમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસને તેમનો વોટશેર ઘટવાની ચિંતા સતાવી રહી છે. પહેલી ડિસેમ્બરના દિવસે મતદાનને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપને નિશાન બનાવી જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે દરેક પાર્ટીને ચૂંટણી લડવાનો અધિકાર છે, પણ તે પાર્ટીને સ્વિકારવી કે નહીં તે લોકો પર નિર્ભર છે.


રાજ્યમાં ભાજપની જીત કેમ?


અમિત શાહે પીટીઆઈને આપેલા એક ઈન્ટરર્વ્યુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા, રાજ્યના સર્વાગી વિકાસમાં તેમનું યોગદાન, અને ઝીરો તૃષ્ટીકરણની નિતીના અમલના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં લોકો દ્વારા વારંવાર ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે છે. આ સાથે જ અમિત શાહે ગુજરાતમાં ભાજપ અભૂતપૂર્વ જીત પ્રાપ્ત કરશે તેવો પણ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લોકોને અમારી પાર્ટી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર સંપુર્ણ ભરોસો છે. 


અમિત શાહે AAP અંગે શું કહ્યું?


આમ આદમી પાર્ટી અંગે તેમણે કહ્યું. કે "આપ ગુજરાતના લોકોના મગજમાં ક્યાંય નથી. ચૂંટણી પરિણામોની રાહ જુઓ, કદાચ AAPનું નામ સફળ ઉમેદવારોની યાદીમાં ન આવે". અમિત શાહે કોંગ્રેસને ગુજરાતમાં કોંગ્રેસ જ ભાજપની મુખ્ય હરીફ ગણાવી હતી. 


ભારત જોડો યાત્રા પર જવાબ


કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અંગે પુછતા તેમણે કહ્યું કે રાજનિતીમાં સતત પ્રયાસો જરૂરી છે. તેમણે કહ્યું મારૂ હંમેશાથી માનવું રહ્યું  છે કે રાજનેતાઓ કઠોર મહેનત કરવાની કોઈ જરૂર નથી. રાહુલ ગાંધી કઠોર મહેનત કરી રહ્યા છે તે સારી બાબત છે પણ રાજનિતીમાં સતત પ્રયત્નો જ પરિણામ આપે છે, તેથી થોભા અને રાહ જુઓ.


ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દાઓ શા માટે?


વિપક્ષે ભાજપ પર રાજ્યની ચૂંટણીઓમાં આતંકવાદ જેવા રાષ્ટ્રીય મુદ્દા ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે જેથી લોકોનું ધ્યાન શાસન સંબંધિત ચિંતાઓથી હટાવવામાં આવે છે? રાજ્યની ચૂંટણીના પ્રચારમાં રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ વિશે વાત કરતા શાહે કહ્યું કે તે મુદ્દા દરેક વિધાનસભા ચૂંટણીમાં મહત્વપૂર્ણ છે. તેમણે સવાલ કર્યો કે શું ગુજરાતની સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી છે કે નથી?."ગુજરાતની સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા અલગ મુદ્દા નથી. જો દેશ સુરક્ષિત નથી, તો ગુજરાત કેવી રીતે સુરક્ષિત રહેશે? તેથી તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય સુરક્ષા મુખ્ય મુદ્દો છે.  વળી સરહદી રાજ્ય હોવાના કારણે ગુજરાતના લોકો રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે સંવેદનશીલ છે. દેશના કોઈ પણ સ્થળે રાષ્ટ્રીય સુરક્ષાને અસર થાય તે અમને પરવડી શકે તેમ નથી.


હરિફો સામે તપાસ એજન્સીઓનો દુરુપયોગ


વિપક્ષો વારંવાર સરકાર ભાજપના નેતાઓ પર રાજકીય પ્રતિસ્પર્ધીઓ સામે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવે છે તે અંગે, શાહે કહ્યું કે દેશમાં સ્વતંત્ર અને તટસ્થ ન્યાયતંત્ર છે, અને "જો તપાસ એજન્સીઓનો કોઈ દુરુપયોગ થતો હોય, તો તેઓ ન્યાયતંત્રનો સંપર્ક કરી શકે છે".


ચૂંટણીમાં મોંઘવારી મુદ્દો નથી? 


મોંઘવારીના મુદ્દે અમિત શાહે કહ્યું કે મોંઘવારી માત્ર ભારતનો જ નહીં પણ સમગ્ર વિશ્વનો પ્રશ્ન છે. જો કે ભારતમાં તેની અસર ખુબ ઓછી છે. ભારતે મોંઘવારીને સરસ રીતે નિયંત્રણમાં રાખી છે. તે કારણે જ મોંઘવારીએ ભારતના સામાજીક જીવન પર ખુબ જ ઓછી અસર કરી છે.


ભાજપના મુખ્યમંત્રી અંગે શું કહ્યું?


મુખ્યમંત્રી અંગે  તેમણે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી તરીકે  યથાવત રહેશે. તેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકે સારૂ કામ કરી રહ્યા છે, અને પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી તમામ યોજનાઓને સારી રીતે આગળ ધપાવી રહ્યા છે.



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

ચાંદલો કરવાથી આજ્ઞા ચક્ર એકટિવ થાય છે ઉપરાંત એકાગ્રતા પણ વધે છે. અલગ અલગ દ્રવ્યોથી ચાંદલો કરવાથી અલગ અલગ ફળની પ્રાપ્તિ થાય છે અને ચોખાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.