ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કાગડોળે રાહ જોઈ રહેલા લોકો અને નેતાઓની આતુરતાનો અંત આવી ગયો છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે રાજકારણીઓ તેમની બેઠકને લઈ રાજકીય સમીકરણો ગોઠવવા લાગ્યા છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અલ્પેશ કથિરીયા કઈ સીટ પરથી ચૂંટણી લડશે તેને લઈને અટકણો લગાવવામાં આવી રહ્યા છે.
અલ્પેશ કથિરીયા ગોંડલ સીટ પરથી ચૂંટણી લડશે
અલ્પેશ કથીરિયાના ચૂંટણી લડવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાર્ટી ઓ પાટીદાર નેતાને ગોંડલ સીટ પરથી મેદાનમાં ઉતારે તેવું મનાય છે. જો કે હવે તેમાં પણ એક પેચ છે, આમ આદમી પાર્ટીએ ગોંડલ બેઠક પર નીમીષા ખૂંટનું નામ જાહેર કર્યું છે.
શું નીમીષા ખૂંટનું પત્તુ કપાશે?
આમ આદમી પાર્ટીએ અલ્પેશ કથીરીયા ગોંડલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે તો શું મનીષા ખૂંટનું પત્તુ કપાશે? જો કે તેવું પણ મનાય છે કે નીમીષા ખૂંટને AAP કોઈ બીજી સીટ માટે ટિકિટ આપશે ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો નિર્ણાયક છે. વળી સ્થાનિક સંગઠન યુદ્ધ એજ કલ્યાણ ગ્રૂપ પણ અલ્પેશ કથીરીયાનું સમર્થન કરી શકે છે.