ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે મોટા સમાચાર, આ દિવસે જાહેર થશે ચૂંટણીની તારીખ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 12:16:20

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણીની તારીખ આગામી 20 ઓક્ટોબર પછીના અઠવાડિયામાં જ ગમે ત્યારે જાહેર કરવામાં આવી છે. ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે ડેપ્યુટી ઈલેક્શન કમિશન 16થી 20 ઓક્ટોબર સુધી ગુજરાતમાં આવી રહ્યા છે.


રાજ્ય વિધાનસભાની ચૂંટણી ક્યારે જાહેર થશે


રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. ચૂંટણીની તારીખને લઈને સૌ કોઈ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે માહિતી મળી રહી છે કે 20 ઓક્ટોબર પછીના અઠવાડિયામાં જ આ તારીખની જાહેરાત થઈ શકે છે. 18થી 22 ઓક્ટોબર સુધી રાજ્યમાં ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવેલું છે. 24 ઓક્ટોબરે દિવાળીનો તહેવાર છે. એવામાં 22 ઓક્ટોબરે આ એક્સપોની સમાપ્તિ બાદ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ હાલમાં સેવાઈ રહી છે.


ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી


રાજ્યમાં જિલ્લા સ્તરે ચૂંટણીની તૈયારીને આખરી સમીક્ષાનો આરંભ થયો છે. ડેપ્યુટી ચૂંટણી કમિશનર આગામી 16થી 20 ઓક્ટોબર સુધી ગુજરાત આવી રહ્યા છે. તેઓ રાજ્યના 4 ઝોનમાં જિલ્લા સ્તરે વહીવટી બેઠકો યોજશે અને ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે. ગત ટર્મની ચૂંટણીની વાત કરીએ તો 2017માં 25મી ઓક્ટોબરે ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે 13 અને 17 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન થયું હતું.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.