સ્માર્ટ સ્કૂલોની વાતો વચ્ચે રાજ્યમાં શિક્ષણની હાલત દયનીય, શાળાઓમાં કાયમી શિક્ષકોની મોટી ઘટ


  • Published By :
  • Published Date : 2023-03-15 16:02:14

રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે તેનું એક કારણ શાળાઓમાં પૂરતા શિક્ષકો ન હોવા તે પણ છે. શાળાઓમાં શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર શિક્ષકો પુરતું ધ્યાન આપી શક્તા નથી. રાજ્ય સરકારે પણ હવે શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાનું સ્વિકાર્યું છે. વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં શિક્ષણ મંત્રીને રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ઘટ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને આપના ધારાસભ્ય હેમંત આહિરે પ્રશ્ન પુછ્યો હતો, આ સવાલનો શિક્ષણ મંત્રીએ વિસ્તારથી જવાબ આપ્યો છે.


રાજ્યમાં કેટલા શિક્ષકોની ઘટ?


રાજ્ય સરકાર શિક્ષણને પ્રાથમિકતાના દાવા કરી રહી છે પણ ખરેખર હકીકત કાંઈ અલગ જ છે. શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં રજુ કરેલા જવાબ મુજબ જામનગર જીલ્લાની 8 શાળાઓમાં જ્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાની 46 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે.


જામનગર જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં 330 શિક્ષકોની જ્યારે માધ્યમિક શાળાઓમાં 27, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો 42 અને 4 આચાર્યની જગ્યાઓ ખાલી  જગ્યા ખાલી છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  પ્રાથમિક શાળાઓમાં 557 શિક્ષકોની જગ્યાઓ જ્યારે આચાર્યની 4 જગ્યા ખાલી છે. દેવભૂમિ દ્વારકાની 37 માધ્યમિક શિક્ષકો 43 ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો અને 9 આચાર્ય ની જગ્યાઓ ખાલી છે.


અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આ જ સ્થિતી


રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદ અને પાટનગર ગાંધીનગરની શાળાઓમાં પણ શિક્ષકોની મોટી ઘટ છે. આ શહેરોમાં વિવિધ વિષયોના શિક્ષકો વગર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમ કે અમદાવાદ જિલ્લામાં ધોરણ 1 થી 5 માં 388 શિક્ષકોની ઘટ છે. અમદાવાદ જિલ્લામાં ભાષાના 59, ગણિત-વિજ્ઞાન ના 105 તો સામાજવિદ્યાના 71 શિક્ષકોની ઘટ છે. ગાંધીનગર જિલ્લામાં ધોરણ 1 થી 5 ના 133, ભાષાના 59, ગણિત-વિજ્ઞાનના 49 તો સામાજિક વિદ્યાના 66 શિક્ષકોની ઘટ છે.


આ જ પ્રકારે  અમદાવાદ શહેરમાં ધોરણ 1 થી 5માં 965,ભાષાના 43,ગણિત-વિજ્ઞાનના 62 તો સામાજિક વિદ્યાના 15 શિક્ષકોની ઘટ છે. જ્યારે ગાંધીનગર શહેર મા ધોરણ 1 થી 5 ના 34, ભાષાના 07, ગણિત-વિજ્ઞાનના 06, તો સામાજિક વિદ્યાના 20 શિક્ષકોની ઘટ હોવાની જાણકારી શિક્ષણમંત્રીએ આપી છે.


ગતિશીલ ગુજરાતની શાળાઓમાં ઓરડાઓની ઘટ 


રાજ્યના  કેટલાક જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ ઓરડાઓની ઘટનો સામનો કરી રહ્યા છે. જેમ કે પોરબંદર જીલ્લામાં 9 જ્યારે જુનાગઢ જીલ્લામાં 127 શાળાઓમાં ઓરડાની ઘટ છે. આ જ પ્રકારે વાવની 45, ભાભરની 28 અને સુઇગામની 16 સરકારી શાળાઓમાં ઓરડાની ઘટ હોવાનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. પોરબંદરની 7 જ્યારે જુનાગઢની 54 શાળાઓમા કંપાઉન્ડ વોલ જ નથી. હદ તો ત્યાં થઈ કે પોરબંદર જીલ્લામા 7 શાળાઓમાં વિજ સુવિધા જ નથી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.