ગુજરાતમાં શિક્ષકોની કેટલી ઘટ છે તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે.. અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારોએ સરકારને રજૂઆત કરી કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તે આપણે જાણીએ.. સોશિયલ મીડિયા પર ટેટ ટાટ પાસ ઉમેદવારો આ મુદ્દો ઉઠાવતા હોય છે. ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ટ્વિટમાં ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતીનો મુદ્દો ઉઠાવ્યો છે.
ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે...
શિક્ષણ વ્યવસ્થા ગુજરાતમાં પ્રતિદિન ખરાબ થઈ રહી છે.. શિક્ષકોની ઘટ છે તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. ઉમેદવારોનું કહેવું છે કે જો શિક્ષકોનું ભવિષ્ય સેટ નહીં હોય તો તે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનાવી શકે છે. સરકારને અનેક વખત રજૂઆત કરી પરંતુ અનેક વખત એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં ઉમેદવારો રજૂઆત કરવા પહોંચે તે પહેલા તેમને અટકાવી દેવાતા..
શિક્ષણ મંત્રીએ પોસ્ટ મૂકી અને ઉમેદવારોએ કરી આ માગ
સોશિયલ મીડિયાના માધ્યમથી ઉમેદવારો પોતાની માગ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગે છે.. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી અને નીચે ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી.. અનેક ઉમેદવારોએ શિક્ષકોની ભરતી કરવી જોઈએ તેવા રિપ્લાય આપ્યા. મહત્વનું છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની માગ ઘણા સમયથી ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે..