આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જે બાદ મનમાં વિચાર આવે કે શિક્ષણમાં આવા છબરડા કેવી રીતે ચલાવી લેવાય? કોઈ વખત શાળામાં ચાલતી પરીક્ષાનું પેપર ફૂટે છે તો કોઈ વખત યુનિવર્સિટીમાં પરીક્ષા કોઈ બીજા વિષયની હોય અને પ્રશ્ન પત્ર બીજા વિષયનું આપવામાં આવ્યું હોય....? યુનિવર્સિટીની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ગુજરાત યુનિવર્સિટીથી આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં B.sc સેમેસ્ટર 6ની પરીક્ષામાં વિદ્યાર્થીઓેને જે પ્રશ્ન પત્ર બીજા દિવસે પૂછાવાનું હતું તે એક દિવસ પહેલા પૂછી લેવામાં આવ્યું! પેપર જોઈ વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ અને ડરી ગયા હતા... મળતી માહિતી અનુસાર યુનિવર્સિટી દ્વારા ભૂલ સુધારી દેવામાં આવી. હાથથી લખવામાં આવેલું પ્રશ્ન પત્ર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું.
આ પરીક્ષામાં છબરડો થયા હોવાની ઘટના સામે આવી!
શિક્ષણ વિભાગ અનેક વખત ચર્ચામાં રહેતો હોય છે કારણ કે ત્યાંથી આવતા સમાચાર આપણને અનેક વખત વિચારવા મજબૂર કરી દેતા હોય છે.. ગુજરાત યુનિવર્સિટીની વાત એટલા માટે કરવી છે કારણ કે ત્યાંથી છબરડો સામે આવ્યો છે અને એવો છબરડો કે વિદ્યાર્થીઓ અસમંજસમાં મૂકાઈ ગયા... જે વિષયનું પેપર બીજા દિવસે પૂછાવાનું હતું તે આગલા દિવસે આપી દેવામાં આવ્યું. અને આ છબરડો ગુજરાત યુનિવર્સિટીમાં થયો છે અને BSC સેમેસ્ટર ૬ની પરીક્ષામાં.
યુવરાજસિંહે આ ઘટના બાદ પૂછ્યા અનેક સવાલ
પ્રાપ્ત વિગતો પ્રમાણે વનસ્પતિ શાસ્ત્ર એટલકે botany વિષયમાં જે બીજા દિવસે જે પ્રશ્ન પત્ર પૂછાવાનું હતું તે એક દિવસ પહેલા પૂછાઈ ગયું. બેદરકારેની લીધે આ પેપર એક કે -બે સેન્ટરો પર નહીં પરંતુ ૪ -૫ સેન્ટરો પર પહોંચી ગયા. પેપર જોયા બાદ વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ ગયા. વિદ્યાર્થીઓની માથાકુટ બાદ પરીક્ષા 11 વાગે શરૂ થવાની હતી તે 12.30 વાગ્યે શરૂ થઈ.. આ અંગે યુવરાજસિંહ જાડેજા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે... યુવરાજસિંહ જાડેજાએ પૂછ્યું કે જેના કારણે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા થયા તેના પર કાર્યવાહી કરાશે?