રામ મંદિર અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. 22 જાન્યુઆરીએ જ્યારે ભગવાન રામ જ્યારે ગર્ભગૃહમાં બિરાજમાન થયા ત્યારે અનેક ભક્તોની આંખોમાં આસું આવી ગયા હતા. એક મહિનાની અંદર લાખો ભક્તોએ મંદિરની મુલાકાત લીધી છે. અંદાજીત 70 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ ભગવાન સમક્ષ શીશ ઝુકાવ્યું છે. ત્યારે એવી માહિતી સામે આવી રહી છે કે ગુજરાત સરકારનું મંત્રી મંડળ રામ લલ્લાના દર્શને જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓ આવતી કાલે અયોધ્યા જશે અને રામ લલ્લાના દર્શન કરશે.
22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિ ગર્ભગૃહમાં થઈ હતી સ્થાપિત!
22 જાન્યુઆરીએ ભગવાન રામ અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ન ભૂતો ન ભવિષ્ય જેવી ઘટના હતી! અનેક દશકો સુધી ભગવાન રામના ભક્તો પ્રતિક્ષામાં હતા કે ક્યારે તેમના આરાધ્ય દેવ મંદિરમાં બિરાજમાન થશે. અનેક સંઘર્ષો બાદ, અનેક દાયકાઓની પ્રતિક્ષા બાદ 22 જાન્યુઆરીએ આ ઘડી આવી. જ્યારે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થયા ત્યારે એ ક્ષણ લોકોને ભાવવિભોર કરે તેવી હતી. અનેક લોકોની આંખોમાં હરખના આંસુ હતા. પીએમ મોદી દ્વારા પૂજા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓ અયોધ્યા જશે!
ભગવાન રામ પ્રતિ અનેક ભક્તોને વિશેષ આસ્થા રહેલી છે. લાખો ભક્તોએ રામ લલ્લાના દર્શન કર્યા છે. કરોડોનું દાન મંદિરમાં પ્રાપ્ત થયું છે. રામ ભગવાનના નામે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે, રાજનીતિનું પણ કેન્દ્ર રહ્યા છે. થોડા સમય પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા. ત્યારે આવતી કાલે ગુજરાતનું મંત્રી મંડળ અયોધ્યા જવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રી મંડળ આવતી કાલે રામ ભગવાનના દર્શન કરવા જશે. મુખ્ય સચિવ સહિત અનેક અધિકારીઓ પણ અયોધ્યા જશે..