Gujarat corona cases: નવા 397 કેસ, કુલ 1992 એક્ટિવ કેસ, મહેસાણા અને અમદાવાદમાં 1-1 દર્દીનું મોત


  • Published By :
  • Published Date : 2023-04-12 21:56:36

ગુજરાતમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે સતત વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 397 કેસ  કોરોના સંક્રમિત નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 350 દર્દી સારવાર બાદ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે પણ કોરોનાના કારણે મહેસાણા અને અમદાવાદમાં 1-1 એમ કુલ 2 દર્દીનું મોત નિપજ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.98 ટકા નોંધાયો છે. 


કુલ 1992 એક્ટિવ કેસ 


રાજ્યમાં કોરોનાના કુલ 1992 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વેન્ટિલેટર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય 1988 દર્દીઓની હાલત હાલ સ્થિર છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં 12,72,830 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11065 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 139 કેસ


રાજ્યના વિવિધ જિલ્લા અને કોર્પોરેશનોમાં નોંધાયેલા નવા કેસ પર એક નજર કરીએ તો સૌથી વધુ 139 કોરોના કેસ તો એકલા અમદાવાદ જિલ્લામાંથી નોંધાયા છે. આ ઉપરાંત ત્યારબાદ મહેસાણામાં નવા 46 કેસ નોંધાયા છે. વડોદરામાં 38 કેસ સામે આવ્યા છે. સુરતમાં 41 કેસ નોંધાયા છે. વલસાડમાં 20 કેસ નોંધાયા છે. મોરબીમાં 16 કેસ સામે આવ્યા છે. સાબરકાંઠામાં 16 કેસ નોંધાયા છે. રાજકોટમાં 13 કેસ સામે આવ્યા છે. આણંદમાં 9 કેસ નોંધાયા છે. ભરૂચમાં 9 કેસ સામે આવ્યા છે. અમરેલીમાં 8 કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં 6 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 7 કેસ નોંધાયા છે. પાટણમાં 5 કેસ સામે આવ્યા છે. નવસારીમાં 4 કેસ, ભાવનગરમાં 4 કેસ, દાહોદમાં 3 કેસ, પંચમહાલમાં 3 કેસ, જામનગરમાં 2 કેસ, પોરબંદરમાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 2 કેસ, ગીર સોમનાથમાં 1 કેસ, ખેડામાં 1 કેસ, કચ્છમાં 1 કેસ, મહીસાગરમાં પણ 1 કેસ સામે આવ્યો છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...