ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. વિરોધનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે અલગ અલગ રીતે ઉમેદવારો પ્રદર્શન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી તેમજ આમ આદમી પાર્ટી આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા તો આ મામલે રેલી કાઢવામાં આવી હતી. દાંડી યાત્રા 2.0નું આયોજન કરી તેમણે જ્ઞાનસહાયકનો વિરોધ કર્યો હતો. ત્યારે ફરી એક વખત ગુજરાત કોંગ્રેસે કાયમી શિક્ષકોની ભરતીને લઈ ટ્વિટ કર્યું છે.
गुजरात के हर ज़िले में,
— Arjun Modhwadia (@arjunmodhwadia) November 30, 2023
जरूरत के हिसाब से 1500+ शिक्षक कम है।
पर @BJP4Gujarat सरकार पूरे प्रदेश के लिए 2750 ज्ञान सहायको की भर्ती का लोलीपोप दे रही है।
बिना शिक्षक कैसे पढ़ेगा गुजरात?
ન્યુઝ પેપર કટિંગ સાથે ગુજરાત કોંગ્રેસે કરી ટ્વિટ
કાયમી શિક્ષકોની માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. જ્ઞાનસહાયક યોજનાને નાબુદ કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરમાં જ્યારે જ્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા ગયા છે ત્યારે ત્યારે તેમની સાથે કેવી રીતે વર્તન કરવામાં આવ્યું છે તે આપણે જાણીએ છીએ. ઢસેડી ઢસેડીને ઉમેદવારોને લઈ જવામાં આવ્યા. ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આવી છે. ગુજરાત કોંગ્રેસે એક ન્યુઝ પેપર કટિંગ સાથે ટ્વિટ કર્યું છે જેમાં ગુજરાતની શાળાઓમાં કેટલા શિક્ષકોની ઘટ છે તે અંગેની માહિતી આપવામાં આવી છે. 30 હજાર શિક્ષકોની ઘટ સામે ભરતી માત્ર 9 ટકા જ શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે.
કવિતા લખી ઉમેદવારોએ ઠાલવી વેદના
મહત્વનું છે કે ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન ચલાવી રહ્યા છે. અનેક વખત ગાંધીનગર આંદોલન કરવા જાય છે ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવે છે. યુવરાજસિંહ પણ આ મામલે આક્રામક દેખાયા છે. અનેક વખત આ મુદ્દો તેમણે ઉઠાવ્યો છે. થોડા સમય પહેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારે એક કવિતા મોકલી હતી જેમાં ઉમેદવારોની વેદના વ્યક્ત થતી હતી.