પરિવર્તન સંકલ્પ યાત્રાથી મતોનું પરિવર્તન કરશે કોંગ્રેસ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:48:51



ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના મતદારોને જગાવવા અને તમામ શહેરી લોકો સુધી પહોંચવા માટે કોંગ્રેસે પદયાત્રાનું આયોજન કર્યું છે. ગઈકાલથી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કર્યા બાદ આજે પણ અમદાવાદની આઠ વિધાનસભા ક્ષેત્રોમાં પદયાત્રા કરવાનું કોંગ્રેસનું આયોજન છે. 


અમદાવાદની વિધાનસભા બેઠકો પર કોંગ્રેસની પદયાત્રા 

અમદાવાદની મણિનગર, અમરાઈવાડી, વટવા, અસારવા, ઠક્કરબાપાનગર, બાપુનગર, નરોડા વિધાનસભા બેઠકો પર કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ થઈ ગઈ છે. તમામ વિધાનસભા બેઠકો માટે ખાસ કોંગ્રેસી નેતાની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસ શાસિત વિધાનસભા ક્ષેત્રોના ધારાસભ્યોને હાજર રહેવા માટે કોંગ્રેસે પરિપત્ર કરીને જાણકારી આપી હતી. 


કયા વિધાનસભા ક્ષેત્રો પર કયા નેતાને જવાબદારી?

તમામ ક્ષેત્રો પર વિશેષ સંચાલન માટે કોંગ્રેસના નેતાઓને જવાબદારી આપી દેવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરને ઠક્કરબાપાનગરમાં, અસારવામાં જિગ્નેશ મેવાણીને, અમરાઈવાડીમાં ભરતસિંહ સોલંકી, નિકોલમાં કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાને જવાબદારી સોંપવામાં આવી છે. 


આજે સવારે 9 વાગ્યાથી બપોરના સુધી 4 વિધાનસભા ક્ષેત્રો પર કોંગ્રેસે પરિવર્તન સંકલ્પયાત્રા કરી હતી અને બપોર બાદ બાકીના ચાર વિસ્તારમાં જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને રોહન ગુપ્તા સહિતના નેતા વિધાનસભા ક્ષેત્રોમાં ઘરે-ઘરે જઈ પદયાત્રા કરશે. 


2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપથી થોડી જ ઓછી બેઠકો મળી હતી. આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ મહેનત કરી રહી છે કે તેમનાથી બને તેટલી વધારે બેઠકો પર તેઓ જીત મેળવી શકે. આ વિધાનસભા ચૂંટણીમાં ત્રીપાંખીયો જંગ જામવાનો છેત્યારે હવે જોવાનું રહેશે કઈ પાર્ટી મતદારોને રીજવવા માટે શું કરી શકશે. કોંગ્રેસની નિષ્ક્રિયતાના કારણે કોંગ્રેસના અનેક નેતા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે ત્યારે આગામી સમયમાં પણ ભાજપ કોંગ્રેસને મોટું નુકસાન કરી શકે છે. 




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.