ગુજરાત કોંગ્રેસમાં મહત્વના ફેરફારો થઈ રહ્યા છે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદે શક્તિસિંહ ગોહિલની વરણી બાદ હવે પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે વાસનિકની નિમણુંક કરવામાં આવી છે. કોંગ્રેસમાં આ થઈ રહેલા આ પરિવર્તનો લોકસભાની ચૂંટણીને લઈને કરવામાં આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ રઘુ શર્માના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસમાં પ્રભારીનું પદ ખાલી હતું. મૂળ મહારાષ્ટ્રના મુકુલ વાસનીકને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
Congress appoints Mukul Wasnik as General Secretary In-charge of Gujarat and Randeep Singh Surjewala with additional charge as General Secretary In-charge of Madhya Pradesh. pic.twitter.com/LDj4Y76yZF
— ANI (@ANI) August 17, 2023
શક્તિસિંહ ગોહિલે નિમણૂકને આવકારી
Congress appoints Mukul Wasnik as General Secretary In-charge of Gujarat and Randeep Singh Surjewala with additional charge as General Secretary In-charge of Madhya Pradesh. pic.twitter.com/LDj4Y76yZF
— ANI (@ANI) August 17, 2023પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે મુકુલ વાસનિકની વરણીને શક્તિસિંહ ગોહિલે પણ આવકારી છે. પ્રભારીની નિમણૂંક સાથે હવે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં પણ મોટા ફેરફાર થશે તેવું નક્કી મનાઈ રહ્યું છે. કેન્દ્રમાં મોટું નામ ધરાવનાર મુકુલ વાસનીક ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે. ત્યારે 2014 અને 2019માં તમામ 26 બેઠકો હારેલી કોંગ્રેસ માટે મુકુલ વાસનિક વાસનિક કેવો ચમત્કાર કરે છે તેના પર સૌની નજર રહેશે.
માત્ર 25 વર્ષની ઉંમરે બન્યા હતા સાંસદ
મુકુલ વાસનિકે નાગપુર યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ લઈને NSUI સાથે જોડાઈને રાજકીય કરિયર શરૂ કરી હતી. મુકુલ વાસનિક સૌથી નાની વયે સાંસદ બનનાર નેતા છે અને તેમણે પિતાનો રેકોર્ડ તોડીને માત્ર 25 વર્ષની ઉંમરે એ જ બુલઢાણા બેઠક પરથી સાંસદ બનવાનો રેકોર્ડ સ્થાપ્યો હતો. તેઓ કેન્દ્રની યુપીએ સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પણ રહી ચૂક્યાં છે. વર્ષ 2009થી 2014 સુધી તેમણે મહારાષ્ટ્રની રામટેક બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ પણ છે. વર્ષ 2022માં તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.