ગુજરાતમાં થોડા સમય બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈ રાજકીય પાર્ટીઓ પ્રચાર કરી રહ્યા છે. ભાજપ, આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસ પણ ચૂંટણી પ્રચાર કરતા નજરે પડ્યું છે. કોંગ્રેસ દ્વારા ગુજરાત ચૂંટણીને અનુલક્ષીને 8 વચનો આપવામાં આવ્યા છે. લોકો સુધી 8 વચનો પહોંચાડવા મારૂ બૂથ મારૂ ગૌરવ અભિયાન અંતર્ગત પત્રક વહેંચી લોકો સુધી તેમના વચનો પહોંચાડવામાં આવશે. કોંગ્રેસે ગાંધી જયંતીનો લાભ લીધો છે. ગાંધીની વિચારધારા જોડે પોતાની વિચારધારાને જોડી લોકો સુધી પહોંચવાની કોશિશ કોંગ્રેસ કરી રહ્યું છે.
ટ્વિટર પર ચાલતી 'ગાંધી બાપુના વિચાર એ જ કોંગ્રેસનું વચન' મુહિમ
મતદારો સુધી પહોંચવા ગુજરાત કોંગ્રેસ પણ સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યું છે. ટ્વિટર પર કોંગ્રેસ ગાંધી બાપુના વિચાર એ જ કોંગ્રેસનું વચન મુહિમ ચલાવી રહી છે. પોતાના 8 વચનોને ગાંધી બાપુની વિચારધારા જોડે જોડી લોકોને આકર્ષવા માગે છે.
ગાંધી બાપુના વિચાર એ જ કોંગ્રેસનું વચન
— Gujarat Congress (@INCGujarat) October 2, 2022
ભાજપના રાજમાં સરકારી હોસ્પિટલોના થયા બેહાલ અને સારવાર માટે જનતા બની દેવાદાર, માટે જ ગુજરાતના દરેક નાગરિકને કોંગ્રેસની સરકાર આપશે 10 લાખ સુધીની મફત સારવાર#CongressNaVachan #RahulNaVachan pic.twitter.com/DIsrb0thxP