ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. મતદાનને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનો ચર્ચાનો વિષય બનતો હોય છે... ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ દ્વારા વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપ પર અને પોલીસ પર આકરા પ્રહારો કર્યા છે... નિવેદન આપતા તેમણે કહ્યું કે ચૂંટણીના બે દિવસ બાકી હશે અને લાલ-લીલું પાણી ઉતરશે. આ લાલ-લીલું પાણી ભાજપવાળા વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે...
જગદીશ ઠાકોરે પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ!
લોકસભા ચૂંટણીના દિવસો નજીકમાં છે.. દરેક રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે... ચૂંટણી નજીક આવતા અનેક જગ્યાઓ પર સભાઓ ગજવવામાં આવી રહી છે... આ સભાઓમાં અનેક વખત નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવતા હોય છે જેની ચર્ચાઓ થાય છે... પોલીસ પર અનેક વખત કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યા છે. ત્યારે ફરી એક વખત પોલીસ અને ભાજપને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે આડેહાથ લીધી હતી. નસવાડીના કડુલી મહુડી ખાતે યોજાલેલી કોંગ્રેસની સભામાં તેમણે પોલીસને લઈ નિવેદન આપ્યું હતું... જગદીશ ઠાકોર દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે રાજનીતિ ગરમાઈ છે..
શું કહ્યું જગદીશ ઠાકોરે?
પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે ચૂંટણીના બે દિવસ બાકી હશે અને લાલ-લીલું પાણી પાણી ઉતરશે. આ લાલ-લીલું પાણી ભાજપવાળા વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે... જેને દારૂબંધી બંધ કરવી છે તે પેટીઓની પેટીઓ ઉતારશે... એ રૂપિયા આપશે અને પાછા તમને બે-ચાર દહાડા નશામાં રાખી નાના-મોટી લાલચ આપી તમને મત આપવા જતા રોકશે. એ કાવતરાથી તમે ચેતો હું તમને ચેતવવા આવ્યો છું. તે સિવાય તેમણે નામ લીધા વગર ભાજપ પર પ્રહાર કર્યા હતા...!