ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ પણ સક્રીય થઈ છે. વિધાનસભા
ચૂંટણી નજીક આવતા કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત કોંગ્રેસે
વિસ્તૃત કારોબારી બેઠક યોજી હતી જેમાં આગામી ચૂંટણીને લઈ રણનીતિ તૈયાર કરવામાં આવી
છે. વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે 1.55 કરોડ પત્રિકા તૈયાર કરવામાં આવી છે
જેને જનતા સુધી પહોંચાડવાની જવાબદારી પણ વહેંચી દેવામાં આવી છે. 8 વચનોની પત્રિકા
કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવી છે. 26 સપ્ટેમ્બર સુધીમાં પત્રિકા ને જનતા સુધી
પહોંચાડવામાં આવશે.
ચૂંટણી લક્ષી રણનીતિ કરાઈ તૈયાર
વિધાનસભા ચૂંટણી આવતા કોંગ્રેસમાં હલચલ શરૂ થઈ ગઈ છે. પોતાના વચનો લોકો સુધી પહોંચાડવા કોંગ્રેસે 1.55 કરોડ પત્રિકા છપાવી છે. જેમાં મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય સેવા સહિત 8 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પત્રિકા બૂઠ દીઠ 3000 ઘરોમાં આપવામાં આવશે. 5000થી વધુ બુથો પર કોંગ્રેસ દ્વારા આ પત્રિકા આપવામાં આવશે. 24,25 અને 26 સપ્ટેમ્બર સુધીમાં આ પત્રિકાનું વિતરણ કરવામાં આવશે.
કોંગ્રેસના હોદ્દેદારો રહ્યા બેઠકમાં હાજર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસની વિસ્તૃત બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત
કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્યો, કાર્યકારી
પ્રમુખો, જિલ્લા પ્રમુખ સહિત કાર્યકારો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.