EVMની કામગીરી પર કોંગ્રેસે ફરી કર્યા આક્ષેપો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:46:00

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગામડાઓમાં છૂપી રીતે કામગીરી કરી રહ્યું છે તેવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું હતું પરંતુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર તો કંઈક અલગ જ વાત કહી રહ્યા છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેઢા ગામમાં ઈવીએમ મશીન પર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. 


EVM મશીન પર કોંગ્રેસે કર્યા આક્ષેપો 

અગાઉ કોંગ્રેસના નિવેદનોમાં જોવા મળ્યું છે કે ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ ઈવીએમ મશીન પર હારનો ટોપલો ઢોળતું આવ્યું છે પરંતુ આ વખતે કોંગ્રેસ ચૂંટણી પહેલા ઈવીએમ પર નિવેદન આપ્યું છે. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ભાજપ જેટલા અને જેવા મશિનો લાવવા હોય તે લાવે અમે કોમ્પ્યુટર એન્જીનિયર રાખ્યા છે જેથી ભાજપનું ગજ વાગે નહીં. અમેં ઈવીએમ ફેક્ટરીમાંથી ગુજરાતઆવે ત્યાં સુધી ચોકી મૂકી છે. ચૂંટણી પંચથી કલેક્ટર અને ત્યાંથી મામલતદાર અને ત્યાંથી પણ વિવિધ વિસ્તારોમાં આવે ત્યાં સુધી ચોકી ગોઠવી છે. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ભાજપ શું કરી શકે અને અમારે શું નથી થવા દેવું તેની તૈયારીઓ અમેં કરી લીધી છે. 


ભાજપ જેટલા અને જેવા EVM મશીન લાવવા હોય એવા લાવે: જગદીશ ઠાકોર 

ભારતમાં ચૂંટણીને પણ હર્ષોલ્લાસના પર્વની જેમ મનાવવામાં આવે છે. ઈવીએમ મશીનો આવ્યા ત્યારથી કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન અને સારું પ્રદર્શન જોઈએ તો એક વાત સમજવી પડે કે જ્યારે કોંગ્રેસની જીત થાય છે ત્યારે ઈવીએમ પર એક શબ્દ પણ બોલવામાં નથી આવતો. જ્યારે કોંગ્રેસની હાર થાય છે ત્યારે દોષનો ટોપલો ઈવીએમ પર ઢોળી દેવામાં આવે છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નિવેદનથી દેખાય આવે છે કે તેમનું કહેવું છે ઈવીએમમાં ગરબડ છે. હમણાં ટૂંક સમય પહેલા એક રાજ્યએ સુપ્રીમ કોર્ટમાં ઈવીએમની વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવતી અરજી કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે અરજીને તેવું કહીને ફગાવી દીધી હતી કે આવી અરજી કરીને સુપ્રીમ કોર્ટનો કિંમતી સમય કેમ બગાડવામાં આવે છે? 





ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?