Gujarat CM Bhupendra Patel મંત્રીઓ સહિત પહોંચ્યા Ayodhya, Loksabha ચૂંટણી પહેલા મંત્રીમંડળે લીધા ભગવાન રામના આશીર્વાદ, જુઓ તસવીરો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-02 16:21:20

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળ રામ ભગવાનના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચ્યા છે. વિધાનસભા અધ્યક્ષ પણ અયોધ્યા ગયા છે. જ્યારે ગુજરાતના મંત્રીઓનું કુંકુમનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. કેસરી ખેસ પહેરાવીને મંત્રીઓને આવકારવામાં આવ્યા હતા. ગર્ભગૃહમાં દર્શન કરી ભગવાન રામના આશીર્વાદ લીધા હતા. મહત્વનું છે કે અનેક રાજ્યના મુખ્યમંત્રીઓએ ભગવાન રામ આગળ શીશ ઝુકાવ્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ, ગુજરાતના મંત્રી મંડળે ભગવાન રામના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે.

લાખો શ્રદ્ધાળુઓએ ભગવાન સમક્ષ ઝુકાવ્યું શીશ! 

આપણો દેશ આસ્થા પર ટકેલો દેશ છે. અનેક ભક્તોની લાગણી ભગવાન રામ સાથે જોડાયેલી છે. 22 જાન્યુઆરીએ જ્યારે ભગવાન રામ જ્યારે ગર્ભગૃહમાં બિરાજમાન થયા ત્યારે અનેક ભક્તોની આંખોમાં આસું આવી ગયા હતા. એક મહિનાની અંદર લાખો ભક્તોએ મંદિરની મુલાકાત લીધી છે. અંદાજીત 70 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ ભગવાન સમક્ષ શીશ ઝુકાવ્યું છે. ત્યારે આજે ગુજરાત સરકારનું મંત્રી મંડળ રામ લલ્લાના દર્શને અયોધ્યા પહોંચ્યું છે.  


22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિ ગર્ભગૃહમાં થઈ હતી સ્થાપિત!

22 જાન્યુઆરીએ ભગવાન રામ અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ન ભૂતો ન ભવિષ્ય જેવી ઘટના હતી! અનેક દશકો સુધી ભગવાન રામના ભક્તો પ્રતિક્ષામાં હતા કે ક્યારે તેમના આરાધ્ય દેવ મંદિરમાં બિરાજમાન થશે. અનેક સંઘર્ષો બાદ, અનેક દાયકાઓની પ્રતિક્ષા બાદ 22 જાન્યુઆરીએ આ ઘડી આવી. જ્યારે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થયા ત્યારે એ ક્ષણ લોકોને ભાવવિભોર કરે તેવી હતી. અનેક લોકોની આંખોમાં હરખના આંસુ હતા.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ અયોધ્યા પહોંચ્યા!

ભગવાન રામ પ્રતિ અનેક ભક્તોને વિશેષ આસ્થા રહેલી છે. લાખો ભક્તોએ રામ લલ્લાના દર્શન કર્યા છે. કરોડોનું દાન મંદિરમાં પ્રાપ્ત થયું છે. રામ ભગવાનના નામે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે, રાજનીતિનું પણ કેન્દ્ર રહ્યા છે. થોડા સમય પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્ર ભગવંત માન પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રી મંડળે રામ ભગવાનના દર્શન કર્યા છે.          



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?