સામાન્ય વરસાદ આવતાની સાથે જ રસ્તાની હાલત બિસ્માર થઈ જતી હોય છે.. કરોડોના ખર્ચે બનાવાતા રસ્તા પર વરસાદ થતાની સાથે જ ખાડાઓ પડવા લાગે છે.. અનેક જગ્યાઓ પર તો મોટા મોટા ભુવાઓ પડતા હોય છે જેમાં આખે આખી બસ સમાઈ જાય.. સરકાર સુધી સ્થાનિકોને પડતી મુશ્કેલીનો અવાજ પહોંચે તે માટે ભાજપના ઝંડાને ખાડામાં લગાવી રહ્યા છે. આ જાણે નવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો હોય તેવું લાગે છે..
ગાંધીનગરથી સામે આવ્યા હતા દ્રશ્યો
સુરતથી અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જ્યાં ખાડો હોય કે ભૂવા પડ્યા હોય ત્યાં સરકારની આંખ ઉઘાડવા ભાજપના ઝંડા લગવવામાં આવી રહ્યા છે.. વધારે પડતાં ખાડા પડે ત્યારે કોંગ્રેસ કે આપ કે પછી સામાન્ય નાગરિક આ રીતે ભાજપના ઝંડા ખાડામાં લગાવી દે છે. પહેલા આવા દ્રશ્યો ગાંધીનગરથી આવ્યા હતા જ્યારે ગાંધીનગરમાં અતિ વરસાદ થયો હતો. ત્યારે લોકોએ આ રીતે જ વિરોધ બતાવ્યો હતો.
સુરતમાં ભાજપના ઝંડા લગાવી કરવામાં આવ્યો વિરોધ
સુરતના પુણા વિસ્તારથી આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કોંગ્રેસ દ્વારા જ્યાં ભૂવા પડ્યા હોય ત્યાં આ રીતે ઝંડા લાગવી દેવામાં આવ્યા બાદમાં કોંગ્રેસ દ્વારા ભાજપ શાસકો અને પાલિકાનું ધ્યાન ખેંચવા માટે આ ભુવામાં ભાજપના ઝંડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બેનર લગાવી દેવામા આવ્યું. કાપોદ્રામાં રચનાથી મમતા પાર્ક રોડ પર ભૂવો પડવાની ઘટના સામે આવી હતી. જેને લઇને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ઘટના સ્થળ પર પહોંચી ભાજપનો ઝંડો લગાવી દેતા અધિકારીઓ દોડતા થયા હતા.
શું કહ્યું કોર્પોરેટરે?
બાદમાં આપ કોર્પોરેટર કુંદન કોઠીયાએ જણાવ્યું કે, ભાજપ શાસકોની નિષ્ફળતાનો આ નમૂનો છે. પ્રજાના કામોની કોઈ દિવસ શાસકો તસ્દી નથી લેતા. જો હજુ પણ પાલિકા અને ભાજપ શાસકો નહીં સુધરે તો પ્રજાહિતમાં અમે વધુ કાર્યક્રમ આપતાં પણ ખચકાશું નહીં. પ્રજાહિત અમારે માટે સર્વોપરી છે. લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને શાસકો પોતાની કરવામાં મસ્ત છે. શહેરની સાચી સ્થિતિ બતાવવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ.