સનાતન Vs સ્વામિનારાયણઃ મૂર્તિ વિવાદ પર ગુજરાત સરકાર સંતોની મધ્યસ્થતા કરવાની ભૂમિકામાં


  • Published By :
  • Published Date : 2023-09-04 19:43:47

બંને પક્ષના સંતો સાથે CMની દોઢ કલાક ચર્ચા 

સાળંગપુર ખાતે હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના દાસ દેખાડવામાં આવ્યા છે અને હનુમાનજીના માથા પર સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક છે તે મામલે રાજ્યભરમાં ભણકારા વાગ્યા અને સંતો મહંતોએ બેઠકોનો દોર શરૂ કર્યો. આજે મુખ્યમંત્રી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક મળી હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠક પૂરી થઈ ગઈ છે. અમદાવાદના શિવાનંદ આશ્રમમાં વિશ્વ હિંદુ પરિષદ અને સનાતની સંતોની બેઠક મળી છે. લગભગ દોઢ કલાક જેટલી બેઠક યોજાઈ હતી જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બાહેંધરી આપી હતી કે અમે 36 કલાકની અંદર ભીંત ચિત્રો હટાવી દેશું જેથી વિવાદ શમી જાય. 


બંને ત્રાજવામાં પગ મૂકી સરકાર માછલીની આંખ વિંધશે!

આપણે જાણીએ જ છીએ કે ગઈકાલે અમદાવાદમાં સાણંદ હાઈવે નજીક લંબે નારાયણ આશ્રમ ખાતે સનાતની સંતોની બેઠક મળી હતી જેમાં સંતો, મહંતો, અને મહામંડલેશ્વર ઉપસ્થિત રહ્યા હતા. બધા સંતોએ એક પછી એક પોતાની વાત રાખી હતી અને પછી સનાતની સાધુઓએ સ્વામિનારાયણ સંપ્રદાય સામે અમુક નિર્ણયો લીધા હતા. સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનું પ્રણ લીધું હતું. ગુજરાત અને દેશના લગભગ 500થી વધુ સંતો આ બેઠકમાં હાજર રહ્યા હતા ત્યારે માહોલ ગરમાઈ ગયો હતો અને અંતે સાંજે સ્વામિનારાયણ સંપ્રદાયે નિવેદન આપ્યું હતું. 


સાળંગપુર મૂર્તિ વિવાદ મામલે RSSની મધ્યસ્થ ભૂમિકા

Ram Madhav Met The Saints In Salangpur | Salangpur Controversy: સાળંગપુર  મંદિર વિવાદ મામલે RSSની એન્ટ્રી, રામ માધવે સાળંગપુરમાં સંતો સાથે કરી મુલાકાત

ગઈકાલે આપણે જોયું હતું કે સ્વામિનારાયણ મંદિર ખાતે રામ માધવ પણ જોવા મળ્યા હતા જે એક મહત્વની વાત હતી. અનેક પ્રતિક્રિયા એવી પણ આવી કે તે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તરફથી આવ્યા હતા અને મધ્યસ્થ ભૂમિકા નિભાવવા માટે આવ્યા હતા. ત્યાર બાદ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંમત્રી હર્ષ સંઘવી, વડતાલ અને કાલુપુરના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સનાતની સંતો હાજર રહ્યા હતા. હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બાહેંધરી બાદ કાર્યવાહીની રાહ લોકો જોઈ રહ્યા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?