Gujaratના મુખ્યમંત્રીએ વીર મહિપાલસિંહ વાળાના પરિવારને આપ્યો એક કરોડનો ચેક, સર્જાયા ભાવુક દ્રશ્યો, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-13 09:50:35

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી જેમાં અમદાવાદના વીર મહિપાલસિંહ શહીદ થઈ ગયા હતા. જ્યારે નશ્વર દેહને અમદાવાદ ખાતે અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો હતો ત્યારે જનમેદની ઉમટી હતી. પતિને જ્યારે પત્નીએ અંતિમ વિદાય આપી ત્યારે તે ગર્ભવતી હતા. થોડા સમય બાદ વાળા પરિવારમાં પુત્રીનો જન્મ થયો હતો જેને વિરલબા નામ આપવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ વીર શહીદ મહિપાલસિંહ વાળાના પરિવારજનોને એક કરોડ રુપિયાનો ચેક અર્પણ કર્યો છે. અમદાવાદ સ્થિત શહીદના નિવાસસ્થાને મુખ્યમંત્રી ગયા અને પરિવારજનોને ચેક અર્પણ કર્યો હતો. વિરલબાને મુખ્યમંત્રીએ રમાડી હતી.


અશ્રુભીનિ આંખે પરિવારે આપી હતી શહીદને અંતિમ વિદાય

દેશની રક્ષા માટે દેશના જવાન સીમા પર તૈનાત હોય છે. દેશમાં રહેતા લોકો શાંતીથી અને સુખે રહી શકે તે માટે દુશ્મોની ગોળી છાતી પર ખાતા હોય છે. સરહદ પર તૈનાત અનેક વીર જવાનો દેશની સુરક્ષા માટે શહીદ થઈ ગયા છે. ત્યારે થોડા સમય પહેલા ગુજરાતના વીર મહિપાલસિંહ વાળા આતંકવાદી સાથે થયેલી અથડામણમાં તે શહીદ થયા હતા. જ્યારે મહિપાલસિંહ વાળાના નશ્વરદેહને ગુજરાત લાવવામાં આવ્યો ત્યારે અંતિમ સંસ્કાર દરમિયાન ભારે જનમેદની ઉમટી હતી. અશ્રુભીનિ આંખે પરિવારે પોતાના સંતાનને અંતિમ વિદાય આપી હતી. પરિવારે દીકરાને તો ગુમાવ્યો પરંતુ પરિવારમાં દીકરીનો જન્મ થયો હતો. 



શહીદના પરિવારને મુખ્યમંત્રીએ આપ્યો એક કરોડને ચેક 

વીર શહીદની શહીદીને યાદ કરવા માટે શાળાનું નામ પણ બદલાવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીરના પરિવારને એક કરોડનો ચેક અર્પણ કર્યો છે. શહીદના ઘરે  જઈ મુખ્યમંત્રીએ પરિવારજનોને ચેક આપ્યો હતો. શહીદને પુષ્પાંજલી અર્પણ કર્યા હતા અને તે બાદ વિરલબાને વ્હાલ પણ કર્યું હતું. શહીદ વીરના પરિવારને કેન્દ્ર સરકાર, ગુજરાત રાજ્ય અને સૈન્ય તરફથી આશરે બે કરોડ રૂપિયાની સહાય મળવાની છે ત્યારે પરિવારને એક કરોડનો ચેક આપવામાં આવ્યો છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...