લવ મેરેજને લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું નિવેદન, કાયદા બનાવવા અંગે આપ્યો ઈશારો, સાંભળો તેમનું નિવેદન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-31 16:04:26

લવ મેરેજના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આજની પેઢી એવી છે જે અરેંજ મેરેજ નહીં પરંતુ લવ મેરેજ કરવાનું પસંદ કરી રહી છે. લવ મેરેજનો વિરોધ અનેક માતા પિતા દ્વારા કરવામાં આવતો હોય છે. માતા પિતાનું કહેવું હોય છે કે પ્રેમલગ્ન કરી સંતાનો તેમને દગો આપતા હોય છે. પ્રેમ લગ્ન કરનાર દંપત્તિ સમાજમાં માતા પિતાની ઈમેજને ખરાબ કરે છે. તેમની આંખો શરમથી નમી જાય છે. ત્યારે ગુજરાતમાં પ્રેમ લગ્નને લઈ કોઈ કાયદો આવે તેવી માગ વાલીઓ દ્વારા કરવામાં આવી રહી છે.  આ બધા વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે એક નિવેદન આપ્યું છે જેની ચર્ચા દરેક જગ્યાઓ પર થઈ રહી છે.

પ્રેમલગ્ન માટે માતા પિતાની મંજૂરી લેવી થશે ફરજીયાત! 

ગુજરાતમાં લવ મેરેજમાં વાલીઓની મંજૂરી ફરજિયાત કરવામાં આવે તેવી માગ લોકો કરી રહ્યા હતા. આ મામલે કડક કાયદો લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે આ મામલે ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના એસપીજી આયોજિત પાટીદાર સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તેમાં તેમણે નિવેદન આપ્યું હતું કે બંધારણ ના નડે એ રીતે પ્રેમલગ્ન બાબતે ચોક્કસ વ્યવસ્થા કરવા સરકાર વિચાર કરશે. માતા પિતા સહમત થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવી તેમણે ખાતરી આપી હતી અને આવનાર સમયમાં આ અંગે કાયદો પણ લાવવમાં આવી શકે છે તે તરફ તેમણે ઈશારો કર્યો હતો. મહત્વનું છે થોડા સમય પહેલા ગેનીબેન ઠાકોર દ્વારા પણ આને લઈ માગ કરવામાં આવી હતી.  


અનેક યુવાનો વળી રહ્યા છે પ્રેમલગ્ન તરફ!

મહત્વનું છે કે યુવાનોમાં લવમેરજનો કેઝ વધતો જઈ રહ્યો છે. થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પિતા પુત્રી સામે કરગરી રહ્યા હતા. લવ મેરેજને લઈ યુવાનો પોતાના માતા પિતા વિરૂદ્ધ થઈ જતા હોય છે. મહત્વનું છે કે પહેલાના જમાનામાં માતા પિતા સંતાન માટે જીવનસાથી શોધતા હતા અને હવેના સમયમાં સંતાનો ખુદ પોતાના માટે જીવનસાથી શોધી રહ્યા છે. ત્યારે સીએમના આ નિવેદન પર અનેક લોકોએ સમર્થન કર્યું છે. હવે જોવું રહ્યું કે શું ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે વાલીઓની પરવાનગી લેવાનો કાયદો આવે છે કે નહીં? 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?