Gujarat By Election : થોડા દિવસ પહેલા વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર મધુ શ્રીવાસ્તવે પરત ખેંચી ઉમેદવારી, કોંગ્રેસને ટેકો જાહેર કર્યો!


  • Published By :
  • Published Date : 2024-04-22 18:30:16

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જંગ તો જામ્યો છે, ઉમેદવારો પ્રચાર માટે લાગી ગયા છે પરંતુ આ દિવસે ના માત્ર લોકસભા માટે મતદાન થવાનું છે પરંતુ પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારોએ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે. આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. અનેક ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચી શકે છે ત્યારે આ બધા વચ્ચે વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવનાર મધુ શ્રીવાસ્તવ પણ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. તેમણે ઉમેદવારી તો પરત ખેંચી પરંતુ સાથે સાથે કોંગ્રેસને ટેકો પણ જાહેર કર્યો છે. મહત્વનું છે કે આ બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો હતો એવું માનવામાં આવતું પરંતુ મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પરત ખેંચી લીધી છે.. 


6 ધારાસભ્યોએ આપી દીધું હતું રાજીનામું 

થોડા સમય પહેલા ગુજરાતની રાજનીતિમાં રાજીનામાનો દોર ચાલી રહ્યો હતો. થોડા સમયની અંદર 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાઈ ગયા.. ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. વિસાવદર બેઠક પર કોર્ટ કેસ ચાલતો હોવાને કારણે આ બેઠક પર પેટા ચૂંટણી નથી ત્યારે બાકી રહેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. 



અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવે નોંધાવી દાવેદારી

વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત તેમજ વાઘોડિયા બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ભાજપ તેમજ કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવ દાવેદારી થોડા દિવસો પહેલા નોંધાવી હતી. એવું લાગતું હતું કે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે પરંતુ આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તેમણે પોતાની દાવેદારી પરત લઈ લીધી છે. મહત્વનું છે કે 19 તારીખે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. 20 તારીખે ફોર્મની ચકાસણી થઈ અને 22 એપ્રિલ સુધીમાં ફોર્મ પરત લઈ શકાતું હતું.  

ભાજપે આ બેઠક પર બદલ્યા છે ઉમેદવાર 

આની પહેલા સાબરકાંઠાથી સમાચાર સામે આવ્યા કે અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કરાવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી છે.. મહત્વનું છે કે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભૂપેન્દ્રસિંહ ઝાલા ગયા હતા ત્યારે તેમણે શક્તિપ્રદર્શન કર્યું હતું, મોટી સંખ્યામાં જનમેદની તેમના સમર્થનમાં ઉતરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. મહત્વનું છે કે સાબરકાંઠા બેઠક માટે ભાજપે પોતાના ઉમેદવારને બદલ્યા છે. પહેલા ભીખાજી ઠાકોરને ટિકીટ આપવામાં આવી પરંતુ તેમણે અચાનક ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો. જે બાદ આ બેઠક માટે શોભનાબેન બારૈયાને ટિકીટ આપવામાં આવી છે. ઉમેદવાર બદલાતા ભાજપના કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. ત્યારે જોવું રહ્યું કે સાબરકાંઠા બેઠક પર કોની જીત થાય છે?  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.