ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટીને 156 સીટો મળી..ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી.. એવું લાગતું હતું કે ભાજપને આટલી સીટોથી સંતોષ હશે પરંતુ સમય જતા જતા ગુજરાતમાં રાજીનામાનો દોર શરૂ થયો. 6 ધારાસભ્યોએ એક બાદ એક રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા.. ખાલી પડેલી વિધાનસભાની બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ. પાંચેય પાંય વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઈ.. આજે વિધાનસભા અધ્યક્ષે પાંચેય ધારાસભ્યને શપથ લેવડાવ્યા છે.. ભાજપનું સંખ્યા બળ વધીને 161 થઈ ગયું છે.
વિજેતા ઉમેદવારે લીધા ધારાસભ્ય તરીકેના શપથ
2024માં જ્યારે લોકસભા ચૂંટણી માટે જ્યારે મતદાન થયું તેની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ હતી. લોકસભાના પરિણામ જે દિવસે આવ્યા તે દિવસે પેટા ચૂંટણીના પરિણામ આવ્યા. પાંચેય પાંચ વિધાનસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે જીત હાંસલ કરી.. પોરબંદરથી અર્જૂન મોઢવાડિયા, વિજાપુરથી સી.જે.ચાવડા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ખંભાતથી ચિરાગ પટેલ અને માણાવદરથી અરવિંદ લાડાણી ધારાસભ્ય પદે ચૂંટાયા છે. આજે શપથવિધિ યોજાઈ હતી જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પાંચેય ધારાસભ્યોને શપથ લેવડાવ્યા છે.. મહત્વનું છે કે એક વિધાનસભા બેઠક ખાલી છે..
જ્યારે ચૂંટાયેલા ધારાસભ્ય રાજીનામું આપી દે છે ત્યારે..,
ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારને ઉતાર્યા હતા ચૂંટણી મેદાનમાં તેઓ એ જ ધારાસભ્યો હતા જેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.. મતદાતાએ પહેલા જેમને ધારાસભ્ય તરીકે ચૂંટ્યા હતા તેમને જ ફરીથી પસંદ કર્યા.. લોકસભાની ચૂંટણી સાથે સાથે ફરી એક વખત વિધાનસભાની ચૂંટણી માટે મતદાતાઓએ મતદાન કર્યું હતું, મહત્વનું છે કે જ્યારે ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપે છે ત્યારે મતદાતાઓના મનમાં રોષની લાગણી જોવા મળતી હોય છે.
મંત્રી મંડળનું થશે વિસ્તરણ?
મહત્વનું છે કે એવું માનવામાં આવી રહ્યું છે કે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વિસ્તરણ થઈ શકે છે. એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે અર્જુન મોઢવાડિયા તેમજ સી.જે.ચાવડાનો સમાવેશ ભૂપેન્દ્ર પટેલની ટીમમાં થઈ શકે છે.. મહત્વનું છે કે એવું ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓમાં એ લાગણી કદાચ પ્રવર્તિ શકે છે કે કોંગ્રેસમાંથી આવતા લોકોને મંત્રી પદ મળી જાય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતા, કાર્યકર્તાઓ મંત્રી પદથી વંચિત રહી જાય છે..
ગુજરાત વિધાનસભાની વિજાપુર, પોરબંદર, ખંભાત, માણાવદર અને વાઘોડિયા બેઠકો માટેની પેટાચૂંટણીમાં ચૂંટાયેલા પાંચ નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓને વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આજે ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યપદ માટેના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ… pic.twitter.com/EG3XCHdBeQ
— CMO Gujarat (@CMOGuj) June 11, 2024