વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપને મળેલા પ્રચંડ વિજય બાદ વિધાનસભાના અધ્યક્ષની વરણી માટે માત્રે એક દિવસનું સત્ર 20 ડિસેમ્બરે મળ્યું હતું. એક દિવસીય સત્ર દરમિયાન 2 બેઠકો મળી હતી. પ્રથમ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાઈ હતી ત્યાર બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભામાં સંબોધન કર્યું હતું. બીજી બેઠકમાં રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થઈ હતી. જે બાદ વિધાનસભામાં ઈમ્પેક્ટ ફીનું બીલ પણ રજૂ કરવામાં આવ્યું હતું..
બજેટ સત્ર 15 ફેબ્રુઆરી બાદ મળશે
રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 બન્યા પછી 15 ફેબ્રુઆરી બાદ વિધાનસભાનું બજેટ સત્ર થશે શરૂ થશે. નવી સરકારનું પ્રથમ બજેટ સત્ર માર્ચ મહિનાના અંત સુધી ચાલશે. 15 ફેબ્રુઆરી બાદ વિધાનસભામા બજેટ સત્રનો આરંભ થશે અને 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઇ દેસાઇ સતત બીજી વખત બજેટ રજૂ કરશે. બજેટ સત્રમાં રાજ્યપાલના સંબોધન સંદર્ભે સિનિયર મંત્રીઓની કમિટી રચવામાં આવશે. નાણા મંત્રી તરીકે કનુ દેસાઈ સતત બીજી વખત બજેટ રજૂ કરશે. બજેટ સત્રમાં રાજ્ય સરકાર નવા કાયદા રજૂ થશે જ્યારે જૂના કાયદામાં સુધારા કરશે.