ગુજરાત વિધાનસભામાં ત્રીજી વખત નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરવાના છે. ગઈકાલે દેશના નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું હતું ત્યારે આજે ગુજરાત માટેનું બજેટ રાજ્યના નાણામંત્રી રજૂ કરવાના છે. ગઈકાલથી બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. 29 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ સત્રમાં અનેક મહત્વની બેઠકો થઈ શકે છે. 26 જેટલી બેઠકો આ સત્ર દરમિયાન થવાની છે. આ સત્રમાં 11 જેટલા વિવિધ બિલ રજૂ કરવામાં આવશે. ગતવર્ષની સરખામણીએ આ વર્ષે બજેટમાં 10થી 20 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. બજેટ સત્રનો પ્રારંભ થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસના નેતાઓ વિવિધ સ્લોગનના બેનરો પહેરી વિધાનસભા પહોંચ્યા હતા. બજેટમાં કરવેરામાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ ગઈકાલથી થઈ ગયો છે. 29 ફ્રેબ્રુઆરી સુધી આ બજેટ સત્ર ચાલવાનું છે. વિધાનસભામાં આજે નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કરવાના છે. સામાન્ય રીતે લાલ પોથીમાં બજેટને લાવવામાં આવતું હોય છે પરંતુ આ વખતે લાલ નહીં પરંતુ બ્લેક રંગની બ્રિફકેસ લાવવામાં આવી છે. વિધાનસભા પહોંચ્યા બાદ તેમણે નિવેદન આપ્યું કે ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટું બજેટ હશે જેમાં ગરીબ, યુવાનોને,નારીશક્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.આ વિભાગ માટે કરાઈ આટલા કરોડની ફાળવણી
બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ અનેક યોજનાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ વિધાનસભામાં 3,32,465 કરોડનું બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે. વિવિધ ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6885 કરોડની જોગવાઈ, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે 2711 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે 767 કરોડ ફાળવાની જાહેરાત કરવામાં આવી છે. શેરી વિકાસ અન શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21696 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.