Gujarat Board Result: ધોરણ 12નું પરિણામ જાહેર, સાયન્સનું 82.45 ટકા, સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ, ધો. 10નું આ તારીખે આવશે પરિણામ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-09 11:01:48

ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ વિદ્યાર્થીના કારકિર્દી પર ઘણું અસર કરતું હોય છે.. ત્યારે આજે ધોરણ 12નું પરિણામ આવી ગયું છે.. ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટની સાથે સાથે ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ આવ્યું છે.. ગયા વર્ષની સરખામણી કરતા આ વર્ષે પરિણામ સારૂં આવ્યું છે.. 

મોરબી જિલ્લાએ મારી બાજી

ગુજરાત બોર્ડ દ્વારા આજે સવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાએ બાજી મારી છે. સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો મોરબી બન્યો છે. જો ઓવરઓલ પરિણામની વાત કરીએ તો ધો.12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા અને વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર થયું છે ફરી એક વાર  સૌથી ઓછુ પરિણામ છોટાઉદેપુરના બોડેલીમાં નોંધાયું છે. 


કેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા?

માર્ચ 2024માં કુલ 502 કેન્દ્રો પર સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 3,79,759 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 3,78,269 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.  3,47,738 પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 91.93 ટકા આવ્યું છે. જો કેન્દ્રની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં કુંભાણીયા કેન્દ્રનું સૌથી વધારે પરિણામ 97.97 ટકા નોંધાયું છે જ્યારે બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું 47.98 ટકા પરિણામ આવ્યું છે.. જો સામાન્ય પ્રવાહની વાત કરીએ તો બોટાદ જિલ્લાનું સૌથી ઉંચુ 96.40 ટકા જ્યારે જુનાગઢ જિલ્લાનું સૌથી ઓછું 84.81 ટકા પરિણામ નોંધાયું છે. સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરનું છાલા કેન્દ્રનું સૌથી ઉંચુ 99.61 ટકા નોંધાયું છે..    

ચૂંટણી પંચના નિયમોને આધીન કરાયું પરિણામ જાહેર!

બીજી એક મહત્વની વાત કે રાજ્યમાં લોકસભા ચૂંટણીને આચાર સંહિતાના પગલે આજનું પરિણામ ચૂંટણી પંચની પૂર્વ મંજૂરી સાથે પ્રસિદ્ધ કરાયું છે. ચૂંટણી પંચ દ્વારા અનેક નિયમોને આધીન પરિણામ જાહેર કરવાની શરતી મંજૂરી આપી છે. પરિણામની જાહેરાતમાં કોઈ પણ રાજકીય નેતા હાજર ન રહી શકે તેવી પૂર્વ શરત મૂકાઈ છે. પ્રેસ કોન્ફરન્સમાં પણ સરકારી યોજના કે અન્ય કોઈપણ જાતના બેનરો પ્રસિદ્ધ ન કરવાની પૂર્વ શરત કરાઈ છે. પરિણામને કોઈપણ જાતનો રાજકીય રંગ ન આપી શકાય તે પણ પૂર્વ શરતમાં સામેલ છે. આ બધા વચ્ચે એવી પણ માહિતી સામે આવી છે કે 11મે 2024ના રોજ સવારે 9 વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થશે... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?