રાજસ્થાનમાં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે અશોક ગેહલોત રેસમાં સૌથી આગળ હતા. આગામી મહિને કોંગ્રેસના અધ્યક્ષ માટે ચૂંટણી યોજાવાની છે. જેના માટે ગેહલોત દ્વારા નામાંકન કરવામાં આવ્યું. પરંતુ રેસમાં સૌથી આગળ મનાતા અને ગાંધી પરિવારથી સૌથી નજીકનો સંબંધ ધરાવતા અશોક ગેહલોતે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
ગુજરાત ભાજપે કર્યો રાજસ્થાનની સ્થિતિ પર કટાક્ષ
રાજસ્થાનમાં ગેહલોત બાદ કોણ મુખ્યમંત્રી બનશે તે અંગે વિવાદ સર્જાયો હતો. સચિન પાયલોટનું નામ મુખ્યમંત્રી તરીકે ચર્ચામાં આવતા અનેક ધારાસભ્યોએ પોતાનું રાજીનામું આપી દીધું હતું. રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા ગેહલોતે પોતાનું નામ પાછુ લઈ લીધું હતું. રાજસ્થાનમાં થયેલી ગતિવિધીના પડઘા ગુજરાતમાં પડી રહ્યા છે. રાજસ્થાનમાં થયેલા વિવાદને લઈ ગુજરાત ભાજપે કટાક્ષ કર્યો છે. ભાજપે કટાક્ષ કરતા ટ્વિટ કરી કે ભારત જોડોનો દંભ કરતી કોંગ્રેસ અંદરથી જ તૂટી રહી છે. રાજસ્થાન સચવાતું નથીને ગુજરાત તથા ભારત સર કરવાના સ્વપ્ન જોઈ રહી છે.