Gujarat : આવતા અઠવાડિયે મળવાની ભાજપની કારોબારી બેઠક, બેઠકમાં નવા પ્રદેશ પ્રમુખ અંગે થઈ શકે છે ચર્ચા, જાણો કોના નામ રેસમાં ચાલી રહ્યા આગળ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-28 13:07:14

ગુજરાતના રાજકારણમાં મોટા પાયે ફેરફાર થઈ શકે છે તેવી ચર્ચાઓ થઈ રહી હતી. ગુજરાત ભાજપને હવે નવા અધ્યક્ષ મળશે કારણ કે સી.આર.પાટીલ હવે દિલ્હી જશે. કેન્દ્રીય મંત્રી મંડળમાં સી.આર.પાટીલને સ્થાન મળ્યું છે. સી.આર.પાટીલ તો દિલ્હી જતા રહેશે પરંતુ ગુજરાત ભાજપની કમાન કોના હાથમાં સોંપાશે તેની ચર્ચાઓ ચાલી રહી છે.. ગુજરાત ભાજપ અધ્યક્ષના અનેક નામો ચર્ચામાં જે પાટીલની ગાદી સંભાળી શકે છે. ભાજપના અનેક દિગ્ગજ નેતાઓના નામ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચાઈ રહ્યાં છે..... 

પાટીલને મોદી કેબિનેટમાં મળ્યું સ્થાન  

સી.આર.પાટીલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરી. ગુજરાત વિધાનસભામાં પાટીલે 156 બેઠકો અપાવી પોતાનું ઉત્કૃષ્ટ કામ દર્શાવ્યું હતું.. તે બાદ પક્ષપલટાની મૌસમ આવી, પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ અને ભારતીય જનતા પાર્ટીની સંખ્યા વધીને 161 થઈ ગઈ.. ત્યારપછી લોકસભાની ચૂંટણીઓમાં લાગી ગયા હતા.. હવે મોદી સરકાર 3.0માં સી.આર.પાટીલને દિલ્હીની ગાદી મળી તો ગુજરાત ભાજપના નવા સુકાની કોણ બનશે તેની ચર્ચાઓ જોરશોરથી શરુ થઈ ચુકી છે... 



સાળંગપુર ખાતે મળવાની છે ભાજપની કારોબારી બેઠક 

ચર્ચા એવી પણ છે કે ભાજપની જે કારોબારી બેઠક મળવા જઈ રહી છે તેમાં ગુજરાત ભાજપના નવા પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે.... 4-5 જુલાઈના રોજ ભાજપની કારોબારી બેઠક મળવા જઈ રહી છે... જેમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, હાલના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. મંડલ સ્તર સુધીના પદાધિકારીઓને બેઠકમા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠક ગાંધીનગર નહીં, સાળંગપુર ખાતે મળશે. 




આવતા અઠવાડિયે ગુજરાત ભાજપને મળી શકે છે નવા અધ્યક્ષ

કારોબારી બેઠક બાદ સદસ્યતા અભિયાન શરૂ થશે. ત્યા સુધી સંભવતઃ કાર્યકારી પ્રમુખ તરીકે કોઈને જવાબદારી સોંપવામાં આવી શકે છે એવી પણ ચર્ચા છે.... તો આ ચર્ચા જો સાચી માનીએ તો આવતા સપ્તાહે ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે....  ગુજરાત ભાજપના સંગઠનમાં મહત્વપૂર્ણ પરિવર્તનોની પ્રક્રિયા હવે શરુ થઈ ચુકી છે. પાટીલના નેતૃત્વ હેઠળ ગુજરાત ભાજપે વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 161 બેઠકો મેળવીને નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. સાથે રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણ અંગેની અટકળો પણ વેગ પકડી રહી છે..... 


અતિથિ તરીકે બેઠકમાં હાજર રહેશે પિયુષ ગોયેલ

આ સિવાય આ કારોબારી બેઠક ચૂંટણી પછીની ઔપચારિકતા સમાન રહેશે આ દરમિયાન એક પ્રસ્તાવ પસાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજીવાર કેન્દ્રમાં સરકાર બનાવવા માટે અભિનંદન પાઠવવામાં આવશે... આ બેઠકમાં અતિથિ તરીકે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ હાજર રહેશે... જે લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી એક બેઠક ઓછી થવા પર પાર્ટીમાં વ્યાપેલી નિરાશા દૂર કરવા માટે નેતાઓ મંચ પરથી તેમના પદાધિકારીઓને પાનો ચઢાવશે... આ બેઠકમાં સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અને જિલ્લાના પ્રતિનિધીઓ પણ બેઠકમાં હાજર રહેશે....



ભાજપ ગુજરાતમાં ક્લીન સ્વીપ ના કરી શક્યું હાંસલ 

આ વખતની ચૂંટણીમાં ભાજપે એક બેઠક ગુમાવી છે. પક્ષને ધાર્યા મુજબનું પરિણામ મળ્યું નથી. આ ઉપરાંત ભાજપમાં લાંબા સમયથી આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. પક્ષપલટુઓને મોટી જવાબદારી મળતા અનેક નેતાઓ તેમજ કાર્યકર્તાઓ નારાજ ચાલી રહ્યા છે. ભાજપમાં ચાલતો આંતરિક ડખો ખુલ્લીને સામે આવી રહ્યો છે. તેની મોટી અસર લોકસભા ચૂંટણીમાં જોવા મળી. 


કોના કોના નામોની થઈ રહી છે ચર્ચા? 

ભાજપ પ્રદેશ પ્રમુખ માટે દેવુસિંહ ચૌહાણ, આઈ.કે.જાડેજા, બાબુભાઈ જેબલિયા, પ્રદિપસિંહ જાડેજા, વિનોદ ચાવડા, મયંક નાયક, જગદીશ વિશ્વકર્મા, ગોરધન ઝડફિયા, ભરત ડાંગર, દિનેશ અનાવાડીયા, ગણપત વસાવા, રજની પટેલ, ગણપત વસાવા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી ઈન્દ્રવિજયસિંહ જાડેજા, શંકર ચૌધરી આ બધાના નામ ચર્ચામાં છે... પણ ભાજપ આ સિવાય પણ કોઈ નવા નેતાનું નામ લઈને આવે તો પણ નવાઈ નહીં.... 



બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..

આજે ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે..