Gujarat : ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ રહેશે હમણાં ! સંગઠનમાં હાલ ફેરફાર નથી કરવા માગતું હાઈકમાન્ડ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-20 17:04:47

ગુજરાતની રાજનીતિમાં એવું લાગતું હતું કે બહુ મોટા ફેરબદલ આવી શકે છે.. ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે.. અનેક નામોની ચર્ચાઓ થતી હતી. રેસમાં અનેક નામો આગળ ચાલતા હતા. નવા પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે તે સવાલ અનેક લોકોના મનમાં હતા. પરંતુ તેનો જવાબ સામે આવી ગયો છે.. સી.આર.પાટીલ ડિસેમ્બર સુધી પ્રદેશ અધ્યક્ષના સ્થાન પર રહેશે તેવી વાત સામે આવી છે.  



હાઈકમાન્ડ નથી કરવા માગતી ગુજરાતના સંગઠનમાં ફેરફાર!

સી.આર.પાટીલને જ્યારથી કેન્દ્રમાં મંત્રીનું પદ મળ્યું ત્યારથી ભાજપ માટે એ પ્રશ્ન હતો કે ગુજરાતમાં અધ્યક્ષ હવે કોને બનાવાય? જેનો જવાબ મળી ગયો છે. લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં કોંગ્રેસ સક્રિય થતાં ભાજપના પ્રદેશ નેતાઓનું બ્લડપ્રેશર વધી ગયું છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. લોકસભાની ચૂંટણી પછી અનેરો જુસ્સો કોંગ્રેસમાં દેખાઈ રહ્યો છે. અને એટલે જ આગામી સ્થાનિક ચૂંટણીમાં ધબડકો ન થાય તે માટે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. અને એટલે જ હાઈકમાન્ડ ગુજરાતના સંગઠન માળખામાં હાલ કોઈ ફેરફાર કરવાના મૂડમાં નથી. 



થોડા સમય સુધી સી.આર.પાટીલ રહેશે ગુજરાત ભાજપના અધ્યક્ષ!

હોદ્દો છોડવાની ઇચ્છા પ્રદર્શિત કરી ચૂકેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને ડિસેમ્બર સુધી યથાવત્ રખાશે તેવી માહિતી સામે આવી છે.ગઈકાલે કમલમ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ અને જિલ્લાના આગેવાનોની બેઠક યોજવામાં આવી હતી. જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંગે મંથન કરવામાં આવ્યું છે અને આગામી કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવી હતી. આ બેઠકમાં પ્રભારી, પ્રદેશ અને જિલ્લા સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે એવો સંકેત મળ્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પ્રદેશ પ્રમુખની વરણી થવાની સંભાવના ઓછી જણાય છે. એટલે ગુજરાતમાં ભાજપ હવે કોઈ નવા પ્રયોગ કરવાના મૂડમાં નથી..



ગુજરાતમાં સી.આર.પાટીલે ભાજપને અપાવી ઐતિહાસિક જીત

મહત્વનું છે કે સી.આર.પાટીલે ગુજરાતમાં ભાજપને વિધાનસભાની ચૂંટણી વખતે ઐતિહાસિક જીત અપાવી છે. 161 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી. લોકસભાની ચૂંટણીમાં ગુજરાત માટે ભાજપે 5 લાખની લીડનો ટાર્ગેટ રાખ્યો હતો. પાંચ લાખની લીડ વાળો ટાર્ગેટ તો પૂર્ણ ના થયો સાથે સાથે એક બેઠક ભાજપ બનાસકાંઠાની હારી ગઈ... મહત્વનું છે કે સી.આર.પાટીલને જળ શક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.



આજે કાળી ચૌદશ છે... કાળી ચૌદશને નરક ચૌદશ અથવા નાની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે.... દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે..

ધનતેરસનો ઉલ્લેખ અનેક ધાર્મિક ગ્રંથોમાં મળે છે.. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથનમાંથી અનેક પદાર્થો નિકળ્યા... અન્ય પદાર્થોની સાથે કમલાસના શ્રીલક્ષ્મી એક હાથમાં કુંભ અને બીજા હાથમાં કમળ સાથે પ્રગટ થયાં.

સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય અને સુપરવાઈઝર તેમજ શિક્ષકોએ શાળાના ખૂબ જ જરૂરિયાતમંદ તેમજ માતા પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને ભેટ સોગાદો આપ્યા હતા..

આજે વાક બારસ છે જેને આપણે વાઘ બારસ તરીકે બોલીએ છીએ.. વાક્ એટલે વાણી.. વાણીની અધિષ્ઠાત્રી દેવી એવા માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.. વાસ્તવમાં આ તહેવારનું નામ છે વાક્ બારસ પરંતુ અપભ્રંશ થતા થતા આને વાઘ બારસ કહેવા લાગ્યા..