ટુરિઝમ ક્ષેત્રમાં Gujaratએ ગોવાને પછાડ્યું! વિદેશી પ્રવાસીઓ માટે ગુજરાત બન્યું ફેવરિટ પ્લેસ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-03 16:46:10

ગુજરાત ટુરિઝમની વાત જ્યારે આવે ત્યારે આપણા મનમાં એક વાક્ય આવે અને તે હોય કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... ટુરિઝમને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા અનેક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવે છે... પ્રોગ્રામને કારણે વિદેશી પ્રવાસીયો ગુજરાત તરફ આકર્ષિત થયા છે. ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતે ગોવાને પાછળ પાડી દીધું છે.. ઈન્ડિયન સ્ટેટ રેન્કિંગ સર્વેમાં ગુજરાતે સૌ પ્રથમ વખત પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.... ઈન્ટરનેશનલ ટૂરિસ્ટમાં ગુજરાતે પ્રથમ સ્થાન મેળવ્યું છે જ્યારે ગોવાનો ક્રમાંક 12માં નંબર પર પહોંચી ગયો છે. ગુજરાતમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 17.90 લાખ છે જ્યારે ગોવામાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 1.74 લાખ છે...


કયા રાજ્યની કેટલા ઈન્ટરનેશનલ વિઝિટર્સએ લીધી મુલાકાત?  

ગુજરાત ટુરિઝમ વિભાગની માહિતી અનુસાર વર્ષ 2019-20માં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 5.95 લાખ હતી જ્યારે 2022-23માં આ સંખ્યા વધી છે અને તે 17.90 લાખ પર પહોંચી છે.. આ આંકડો ગોવાના આંકડા કરતા વધારે છે... અલગ અલગ રાજ્યોનો ડેટા શેર કરવામાં આવ્યો છે જે મુજબ ગુજરાતમાં ઈન્ટરનેશનલ ટૂરિસ્ટની સંખ્યા 17.90 લાખ છે, મહારાષ્ટ્રમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 15.17 લાખ હતી, પશ્ચિમ બંગાળનો આંકડો 10.37 લાખ છે , દિલ્હીનો આંકડો 8.16 લાખ છે જ્યારે ઉત્તર પ્રદેશમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 6.49 હતી. તમિલનાડુમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 4.07 લાખ, જ્યારે રાજસ્થાનમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 3.97 લાખ છે. તે ઉપરાંત કેરળામાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 3.46 લાખ છે, જ્યારે પંજાબમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 3.30 લાખ છે. તે ઉપરાંત મધ્યપ્રદેશમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 2.05 લાખ છે. ઝારખંડમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 1.92 લાખ છે જ્યારે ગોવામાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 1.74 લાખ છે...


આંતરરાષ્ટ્રીય પર્યટકોમાં વધ્યો ગુજરાત આવવાનો ક્રેઝ

ટુરિઝમ પર દેશ તેમજ રાજ્યનો વિકાસ નિર્ભર હોય છે.. અનેક રાજ્યો, દેશ એવા છે જેમનું અર્થતંત્ર ટુરિઝમ પર નિર્ભર છે. ગુજરાતના ટુરિઝમ  પ્રત્યે વિદેશી લોકો આકર્ષિત થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા અનેક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવે છે. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પર્યટકોમાં અનેક ઘણો વધારો છેલ્લા થોડા વર્ષોની અંદર નોંધાયો છે. ગુજરાતમાં આવેલા પર્યટક સ્થળની વિદેશથી આવેલા લોકો મુલાકાત લઈ રહ્યા છે. ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સીટીની મુલાકાત લેવાનું લોકો પસંદ કરી રહ્યા છે. તે ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે... સૌથી વધુ કેનેડા તેમજ યુએસએના પર્યટકોએ ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લીધી છે...                



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...