Gujarat ATS એક્શનમાં! Junagadhમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાની મુંબઈમાં થઈ ધરપકડ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-05 16:46:56

થોડા દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા હતા. 31 જાન્યુઆરીએ જૂનાગઢમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નફરત ભર્યું ભાષણ આપવા બદલ મૌલાના વિરૂદ્ધ જૂનાગઢમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાની ધરપકડ મુંબઈથી કરવામાં આવી છે. ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં તેમને રાખવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં મૌલાનાના સમર્થકો પહોંચી ગયા હતા.  

ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના વિરૂદ્ધ નોંધાઈ હતી ફરિયાદ 

31મી જાન્યુઆરીએ જૂનાગઢ ખાતે વ્યસનમુક્તિ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા. જુનાગઢમાં નરસિંહ સ્કૂલના મેદાનમાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ ભાષણના અમુક ટૂકડા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જે બાદ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ભડકાઉ ભાષણ કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી.  જુનાગઢ પોલીસે મહમદ યુસુફ, અજીમ હબીબ, મૌલાના સલમાન સામે ફરિયાદ નોંધી છે. આ લોકોએ ઉશ્કેરણીજનક ભાષણ કરી મંજુરી કરતા વધુ સમય સુધી સભા ચાલુ રાખી હતી. મોહમ્મદ યુસુફ મલેક અને અઝીમ હબીબ ઓડેદરા વિરુદ્ધ IPC કલમ 153-B (ધાર્મિક સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને 505-(2) (ઉશ્કેરણીજનક ભાષણ) હેઠળ FIR નોંધવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.

અટકાયત બાદ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રખાયા હોવાની માહિતી!

એવી માહિતી સામે આવી છે કે ગુજરાત એટીએસ દ્વારા મૌલાનાની અટકાયત મુંબઈથી કરી લેવામાં આવી છે. એટીએસ દ્વારા કરવામાં આવેલી અટકાયત બાદ મૌલાનાની પ્રતિક્રિયા સામે આવી છે. મુફ્તી સલમાન અઝહરીના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પરથી અનેક ટ્વીટ્સ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું કે તેમની અટકાયત ગુજરાત એટીએસ, મુંબઇ એટીએસ અને ચિરાગ નગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ સવારે 11.56 વાગ્યે કરી લીધી છે. મળતી માહિતી અનુસાર મુફ્તી સલમાન અઝહરીને મુંબઇના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. મૌલાના પહેલા આ મામલે બે લોકોની ધરપકડ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ગુજરાત પોલીસ ટ્રેન્ડ થઈ રહ્યું હતું.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.