ગુજરાત ATSએ રાજકોટમાં 214 કરોડનું 31 કિલો હેરોઈન ડ્રગ્સ ઝડપ્યું, ડ્રગ્સકાંડનો કઈ રીતે થયો પર્દાફાશ? જાણો


  • Published By :
  • Published Date : 2023-05-12 20:55:15

રાજ્યમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચિંતાજનક રીતે વધી રહ્યો છે. રાજ્યના યુવાનોને બરબાદ કરનારા ડ્રગ્સના વ્યાપારને રોકવામાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ રાજકોટ જિલ્લામાં ઓપરેશન હાથ ધરી 214 કરોડની કિંમતના હેરોઈન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુપ્ત માહિતીના આધારે ગુજરાત ATSએ રાજકોટ- જામનગર હાઈવે પર આવેલા પડધરી ગામ નજીક રેડ પાડી 31 કિલો હેરોઈનના જથ્થા સાથે ત્રણ આરોપીની અટકાયત કરી છે. આ કેસમાં રાજકોટ રૂરલ પોલીસ ઉંઘતી ઝડપાઇ છે. 


 હેરોઈનનો જથ્થો દિલ્હી પહોંચાડવાનો હતો


ગુજરાત ATSએ આ ત્રણ પૈકી એક નાઈઝીરીયન નાગરિકની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે રિમાન્ડ માટે નાઈઝીરીયન શખ્સને રાજકોટની કોમર્શિયલ કોર્ટમાં રજૂ કરતા 12 દિવસના કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા છે. જ્યાં કોર્ટે આરોપીના 24 મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પકડાયેલા નાઈઝીરીયન શખ્સે કબૂલાત કરી કે હેરોઈનનો જથ્થો દિલ્હી પહોંચાડવાનો હતો. ATSની દરોડાની કાર્યવાહીમાં હાલ એક આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. 


ડ્રગ્સકાંડનો કઈ રીતે થયો પર્દાફાશ?


રાજકોટમાંથી ડ્રગ્સનો આટલો મોટો જથ્થો મળી આવ્યો તે મામલે રાજકોટના સરકારી વકિલ એસ.કે વોરાએ મહત્વનું નિવેદન આપ્યું છે. લોરેન્સ બીશ્નોઈ કેસના તપાસમાં મોટો ખુલાસો થયો છે. નાઈઝીરીયન શખ્સની પૂછપરછમાં પડધરી પાસે ડ્રગ્સ છુપાવ્યું હોવાનું સામે આવ્યું છે. નાઈઝીરીયાના ઓસોડીમાં રહેતા ઈકવુનાઈફ ઓકાફોર માર્સી નામનો શખ્સ દિલ્હીથી ઝડપાયો છે. પોલીસે 214 કરોડનું 30 કિલો 600 ગ્રામ હેરોઇન ડ્રગ્સ ઝડપ્યું છે. પાકિસ્તાનથી હેરોઇન ડ્રગ્સ રાજકોટ પહોંચ્યું હતું. હેરોઇન ડ્રગ્સ દિલ્હી પહોંચાડવાનું હતું. કુલ 5 શખ્સોની સંડોવણી ખુલી છે તે દિશામાં તપાસ શરૂ છે. પડધરીના જાફર નામના શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે.  અનવર નામમાં શખ્સે પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો મોકલ્યો હોવાનું સામે આવ્યું છે. જાફરી નામના શખ્સે રિસીવ કર્યું હતું. બબલુ નામનો શખ્સ દિલ્હી પહોંચાડવાનો હતો. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?