ગુજરાત એટીએસને મળી મોટી સફળતા! જાસુસીના આરોપમાં કચ્છના એક યુવકને દબોચ્યો, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-08 18:46:45

આપણે હંમેશા ફિલ્મોમાં જોતા હોઈએ છીએ કે જાસુસો દેશની ગુપ્ત માહિતી બીજા દેશો સુધી પહોંચાડતા હોય છે. ત્યારે આવી જ માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડનાર જાસુસને એટીએસએ દબોચી કાઢ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર બીએસએફના યુનિટમાં પટાવાળા તરીકે ફરજ બજાવનાર વ્યક્તિ પાકિસ્તાનને માહિતી પહોંચાડતો હતો તેની ધરપકડ કરી લેવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી છે હનીટ્રેપમાં તે પટાવાળો ફસાયો હતો જેને લઈ તે દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો અને બદલામાં રૂપિયા લેતો હતો.


બીએસએફમાં કરતો હતો પટાવાળાની નોકરી 

દેશની સુરક્ષા માટે અનેક સંસ્થાઓ કામ કરતી હોય છે. આર્મી દેશની સીમાની રક્ષા કરે છે. પોલીસ શહેરોની રક્ષા કરે છે, તેવી જ રીતે અનેક એવી એજન્સી હોય છે જે સીધી રીતે નહીં પરંતુ પરોક્ષ રીતે દેશની સુરક્ષા માટે યોગદાન આપતા હોય છે. તેવી જ એક એજન્સી છે એટીએસ. એટીએસ એટલે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ. ત્યારે ગુજરાત એટીએસએ જાસૂસીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે જે બીએસએફમાં પટાવાળા તરીકે બરજ બજાવે છે. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે હનીટ્રેપમાં ફસાયેલો હતો અને ફોટોગ્રાફ્સની બદલીમાં તે 25000 રુપિયા લેતો હતો. પૂછપરછ બાદ આ મામલે બીજા અનેક ખુલાસા થઈ શકે છે. 


અનેક વખત એટીએસ દ્વારા કરવામાં આવે છે કાર્યવાહી 

હનીટ્રેપમાં અનેક લોકો ફસાય છે. બ્લેકમેઈલ કરી લોકો પાસેથી પૈસા લેવામાં આવે છે. હનીટ્રેપમાં ફસાયેલા લોકો અનેક વખત આત્મહત્ચા કરી જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ગુજરાત એટીએસએ કચ્છથી એક વ્યક્તિની ધરપકડ કરી છે જે પાકિસ્તાનને દેશની ગુપ્ત માહિતી મોકલતો હતો. હનીટ્રેપમાં ફસાયેલા આ યુવકને માહિતી આપવા બદલ 25 હજાર મેળવવતો હતો. હાલ તો આ મામલે એટીએસ તપાસ કરી રહી છે અને આ મામલે વધારે  ખુલાસા આવનાર સમયમાં થઈ શકે છે. મહત્વનું છે અનેક વખત એટીએસ દ્વારા આવી કાર્યવાહી કરવામાં આવી છે. આની પહેલા પણ ગુજરાત એટીએસ દ્વારા ISIS મોડ્યૂલનો પર્દાફાશ થયો હતો. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?