ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સંયુકત ઓપરેશન: મધદરિયે ઝડપ્યું 200 કરોડનું 40 કિલો ડ્ર્ગ્સ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 11:15:37

અરબ સાગરમાં ડ્ર્ગ્સ માફિયાઓ ડ્ર્ગ્સ તસ્કરીનું મોટું નેટવર્ક ચલાવી રહ્યા છે. આ બાબત તાજેતરમાં મોટાપાયે પકડાયેલા ડ્ર્ગ્સના જથ્થા પરથી જાણી શકાય છે. આજે પણ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સયુંકત મેગા ઓપરેશન પાર પાડ્યું છે. ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સાથેના સંયુક્ત ઓપરેશનમાં અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાંથી એક પાકિસ્તાની બોટ સાથે 40 કિલો ડ્રગ્સ ઝડપી પાડયું છે. મધદરિયે પકડાયેલા આ 40 કિલો ડ્ર્ગ્સની આંતરરાષ્ટ્રિય બજારમાં  200 કરોડ જેટલી થાય છે. 

 

બોટ સાથે 6 પાકિસ્તાની ક્રુની પણ અટકાયત


ICGની બે ફાસ્ટ એટેક બોટએ ગુજરાતના જખૌ કિનારે 33 નોટિકલ માઈલ દૂર પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. પાકિસ્તાની બોટ અલ તૈયસાની સાથે બોટના 6 પાકિસ્તાની ક્રુની પણ અટકાયત કરવામાં આવી છે. પાકિસ્તાની અલ તૈયસાને બોટને તપાસ માટે જખૌ લાવવામાં આવી રહી છે. સુત્રો દ્વારા મળતી વિગત મુજબ પંજાબની કપુરથલા જેલમાં બંધ નાઈજીરિયાના એક નાગરિકે આ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો. ડ્ર્ગ્સનું આ સંપૂર્ણ નેટવર્ક જેલમાંથી ચાલી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. એક સામાન્ય અનુમાન મુજબ ગુજરાત પોલીસે ટૂંકા સમયગાળામાં જ કુલ 6 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. તાજેતરમાં જ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવા માટે ગુજરાત પોલીસના પ્રયાસોની પ્રસંશા કરી ચુક્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?