દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારી ટેબલેટમાં વીડિયો ઉતાર્યો, અધ્યક્ષ શંકર ચૌધરીએ MLAs માટે કર્યો આ નિર્ણય


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-15 16:02:05

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર હાલ ચાલી રહ્યું છે, ગુજરાત વિધાન સભાનું કામ પેપર લેસ થાય તે માટે રાજ્ય સરકારે  ઈ-વિધાનસભાનો અભિગમ અપનાવી દરેક ધારાસભ્યને બે-બે ટેબ્લેટ આપ્યા છે. એક રીતે આ સારી પહેલ છે, તેના કારણે ધારાસભ્યો ગૃહમાં સવાલ-જવાબ તેમજ અન્ય જરૂરી અપડેટ મેળવી શકશે. જો કે હવે આ ટેબ્લેટનો પણ દુરૂપયોગ  વધી રહ્યો હોવાનું અધ્યક્ષના ધ્યાન પર આવતા અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોને તેને લઈને ટકોર કરી હતી. હવે ગુજરાત વિધાનસભાની અંદર ધારાસભ્યો ટેબલેટનો ઉપયોગ માત્ર મુદ્દા જોવા પૂરતો જ કરી શકશે તેવો નિર્ણય કરાયો છે.


શા માટે અધ્યક્ષે નિર્ણય કર્યો? 


ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અને સિનિયર ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા (Arjun Modhwadia) સંબોધન કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે (Shailesh Parmar) સરકારી ટેબ્લેટમાં વીડિયો ઉતાર્યો હતો.આ દ્રશ્ય વેજલપુરના ભાજપના (BJP) ધારાસભ્ય અમિત ઠાકરે (Amit Thakar) પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. બાદમાં અધ્યક્ષે વીડિયો ડિલીટ કરાવી તમામ ધારાસભ્યો માટે આ કડક નિર્ણય લીધો હતો.આ ઘટનાક્રમ બાદ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને આપેલા ટેબલેટ થી તેઓ રેકોર્ડિંગ નહીં કરી શકે એટલું જ નહીં ફોટા પણ પાડી શકશે નહીં ભાજપ સરકારે તમામ ધારાસભ્યોને જે ટેબ્લેટ આપ્યા છે તેનો ઉપયોગ કરવા તેમજ પોતાના પ્રવચનમાં માત્ર મુદ્દા જ જોઈ લેવા માટે તેનો ઉપયોગ કરવાની સૂચના અધ્યક્ષ એ આપતા ટેબલેટ થી ટાઈમ પાસ કરતા ધારાસભ્યો માટે આ નિર્ણય આકરો બન્યો છે. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ (Shankarbhai Chaudhary) ટેબ્લેટના ઉપયોગ સમયે વિધાનસભાના નિયમો જાળવવા તેમજ ગૃહની પરંપરા સાચવવા તમામ સભ્યોને ચેતવણી આપી છે.


શૈલેષ પરમારે શું કહ્યું?


શૈલેષ પરમારે આ બાબતે વિધાનસભા ગૃહમાં એવી સ્પષ્ટતા કરી હતી કે ટેબલેટના રેકોર્ડિંગ કરવા પાછળનો મારો હેતુ તેની ટેકનોલોજી જાણવાનો હતો.મારો ઇરાદો સ્પષ્ટ અને સ્વચ્છ છે તેવી સ્પષ્ટતા કરી હતી.જોકે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ એવી સ્પષ્ટતા કરી હતી કે,વિધાનસભાની કાર્યવાહીમાં જે નિયમો બન્યા છે તેની પરંપરા જાળવવા તમામ ધારાસભ્યોએ જાળવવી.ટેબલેટના ઉપયોગ સમયે કોઈપણ જાતનું રેકોર્ડિંગ નહીં કરવા તેમજ કોઈપણ પ્રકારના ફોટોગ્રાફી નહીં કરવાની સ્પષ્ટ સૂચના પણ વિધાનસભા રૂમમાં આપી હતી.કોંગ્રેસ (Congress) નેતા અર્જુન મોઢવાડિયા એ પણ વિધાનસભા અધ્યક્ષને અપીલ કરી હતી કે, ધારાસભ્યો જ્યારે પ્રવચન કરે છે ત્યારે ટેબલેટમાં જોઈને આખેઆખું પ્રવચન કરે છે જેનાથી નિયમનો ભંગ થઈ રહ્યો છે.આ બાબતે પણ અધ્યક્ષે સ્પષ્ટતા કરી હતી કે હવેથી કોઈપણ ધારાસભ્ય પ્રવચનના માત્ર મુદ્દા જ જોઈ શકશે આખેઆખું પ્રવચન ટેબલેટ માંથી નહિ વાંચવા સ્પષ્ટ સૂચના આપી દીધી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?