વિધાનસભામાં શાસક-વિપક્ષ વચ્ચે હોબાળો, એક દિવસના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યું વોક આઉટ


  • Published By :
  • Published Date : 2022-12-20 15:12:16

ગુજરાત વિધાનસભાનું આજે માત્ર એક દિવસનું સત્ર મળ્યું હતું. 15મી વિધાનસભા માટે આજે વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા પુરી કરવામાં આવી. વિધાનસભા અધ્યક્ષ તરીકે ભાજપ હાઈકમાન્ડે શંકર ચૌધરીની જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડની પસંદગી કરવામાં આવી છે. 


વિપક્ષે કર્યું વોકઆઉટ


ગુજરાત વિધાનસભા સત્રના પ્રથમ અને અંતિમ દિવસે સત્તા પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે હોબાળો થયો હતો. વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર 3 દિવસ સુધી ચર્ચા ન થતા નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનો આક્ષેપ કર્યો હતો. વિધાનસભા નિયમો મુજબ 3 દિવસની ચર્ચા કરવાની હોય છે. પરંતુ આજે જે નિયમોની સંપૂર્ણપણે અવગણના કરી, વિધાનસભામાં હજુ સુધી રાજ્યપાલના પ્રવચનની નકલ પણ વિપક્ષને મળી ન હતી. એ નકલ પછી સુધારા પણ માગવામાં આવ્યા ન હતા. આ બઘા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ વ્યક્ત કરી ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. 


અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું?


વિધાનસભામાં વિરોધ પક્ષોએ વોક આઉટ કર્યું  ત્યાર બાદ કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે વોકઆઉટનું કારણ આપતા કહ્યું કે, વિધાનસભાના નિયમોમાં જે જોગવાઈ છે તે પ્રમાણે રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પછી એમની બુકલેટ વિધાનસભાના દરેક સભ્યના ટેબલ પર મૂકવી જોઈએ અને પછી તેમની પાસેથી આભાર પ્રસ્તાવની સામે તેમા સુધારો રજૂ કરવાનો કોઈપણ પક્ષને અધિકાર હોય છે. તેના પર નિયમો મુજબ 3 દિવસની ચર્ચા કરવાની હોય છે. પરંતુ આજે જે નિયમોની સંપૂર્ણપણે અવગણના કરી, વિધાનસભામાં હજુ સુધી રાજ્યપાલના પ્રવચનની નકલ અમને મળી નથી અને એ નકલ પછી સુધારા પણ માગવામાં આવ્યા નથી. શાસક પક્ષે વિધાનસભાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આજે સીધી જ રાજ્યપાલના આભાર પ્રસ્તાવની ચર્ચા 2-3 કલાકમાં પૂરી કરીને પ્રજાનો અવાજ રાજ્યપાલના પ્રવચનના આધારે વિપક્ષે રજૂ કરવાનો હોય છે એ અધિકાર અમારી પાસેથી છીનવી લેવામાં આવ્યો અને પહેલા જ દિવસે નિયમોનું ઉલ્લંઘન કર્યું. અમે પોઈન્ટ ઓફ ઓર્ડર દ્વારા અધ્યક્ષનું પણ ધ્યાન દોર્યું. એટલે અમે આજે કમનસીબે પહેલા જ દિવસે, કામકાજનો બહિષ્કાર કરી વોકઆઉટ કર્યું છે.


વિધાનસભાના લાઈવ પ્રસારણની માંગ 


વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ કરવા કોંગ્રેસે અધ્યક્ષ સમક્ષ માંગણી  કરી હતી. કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ પોતાના વક્તવ્યમાં અધ્યક્ષને ગૃહનું લાઈવ પ્રસારણ શરૂ કરવા માંગણી કરી હતી. તેમણે ગૃહમાં કંઈક નવું અને ઇનોવેટીવ કરો તેવી શુભકામના પણ આપી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?