ગુજરાત વિધાનસભાનું 2 દિવસનું ચોમાસુ સત્ર તોફાની બનશે, 7 જેટલા સુધારા બિલ પસાર કરાશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 19:08:06

ગુજરાત વિધાનસભાનું બે દિવસ સુધી ચાલનારૂ ચોમાસું સત્ર આવતીકાલથી શરૂ થશે. ચોમાસા સત્રના પ્રથમ દિવસે શ્રદ્ધાંજલિ બાદ કામકાજ મુલતવી રાખવામાં આવશે. જ્યારે અંતિમ દિવસે કેટલાક સુધારા વિધયોકો રજૂ કરવામાં આવશે.આ સત્રમાં 7 જેટલા સુધારા વિધયક પસાર કરવામાં આવશે. જો કે આ વખતે વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરી કાળની બાદબાકી કરવામાં આવી છે તેથી ચોમાસું સત્ર તોફાની રહેવાની સંભાવના છે. 


ચોમાસું સત્રમાં કયા સુધારા વિધેયક પસાર થશે?


ગુજરાત માલ સેવા વેરા સુધારા વિધેયક

ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ વિધેયક

ગુજરાત વિદ્યુત ઉદ્યોગ પુનઃગઠન નિયમન બિલ

ગુજરાત વિનિયોગ અધિનિયમો રદ કરવા બાબત વિધેયક

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક

ગુજરાત શહેરી વિસ્તારમાં ઢોર નિયંત્રણ વિધેયક પુનઃ વિચારણા


રખડતા ઢોર નિયત્રણ બિલ પર થશે ઉગ્ર ચર્ચા


આ ચોમાસા સત્ર દરમિયાન વિધાનસભામાં પસાર થનારા સુધારા બિલમાં સૌથી વધુ ઉગ્ર ચર્ચા રખડતા ઢોર નિયત્રણ બિલ પર થશે. આ કાયદાને રાજ્યપાલે પુનઃ વિચારણા કરવા માટે પરત મોકલ્યો છે. આ બિલને લઈને કોંગ્રેસ દ્વારા ગૃહમાં વિરોધ પણ દર્શાવામાં આવશે. જો કે આ બિલને લઈને રાજ્યમાં જે રીતે માલધારી સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યા છે. તેને અનુલક્ષીને સરકાર ગૃહમાં બિલ પરત ખેંચી શકે છે.


વિધાનસભાના ચોમાસુ સ્ત્રના બે દિવસ તોફાની બની શકે છે. વિધાનસભા બહાર વિવિધ સરકારી કર્મચારીઓ દ્વારા આંદોલનો કરવામાં આવી રહ્યા છે. જ્યારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ સાંપ્રત મુદ્દાને લઈને ગૃહમાં વિરોધ દર્શાવી શકે છે. આ અંગે કોંગ્રેસ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું કે, વિધાનસભા સત્રમાં કર્મચારીઓની જૂની પેન્શન, કર્મચારીઓને કાયમી કરવાના પ્રશ્ન, કર્મચારીઓના વેતન અને ગ્રેડ પેનો મુદ્દો અને ગ્રામીણ વિસ્તારમાં શાળાના ઓરડાને લઈને કોંગ્રેસ સત્રમાં વિરોધ દર્શાવશે.


સંસદીય બાબતના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, વિધાનસભાનું બે દિવસનું ચોમાસુ સત્ર મળી રહ્યું છે. સત્રમાં વિવિધ 7 જેટલા બિલ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ટૂંકી મુદતના પ્રશ્ન પર ચર્ચા કરવામાં આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?