ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કુલ મતદારો પૈકીના અડધાની ઉંમર 40થી ઓછી, જો કે પ્રથમ વખતના મતદારો ઘટ્યા


  • Published By :
  • Published Date : 2022-11-20 20:30:52

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં, કુલ લાયક મતદારોની સંખ્યાના લગભગ અડધા ભાગના 40 વર્ષથી ઓછી ઉંમરના છે. જો કે આ જૂથમાં પ્રથમ વખતના મતદારોનો હિસ્સો ઘટી રહ્યો છે, આ જોતા 10 વર્ષ પહેલાં શરૂ થયેલો ટ્રેન્ડ ચાલુ રહેલો જણાય છે.


2.35 કરોડ મતદારો 40 વર્ષથી નીચેના


ચૂંટણી પંચ દ્વારા શેર કરાયેલા તાજેતરના એનરોલમેન્ટ ડેટા મુજબ, રાજ્યમાં નોંધાયેલા 4.9 કરોડ મતદારોમાંથી લગભગ 2.35 કરોડ મતદારો 40 વર્ષથી નીચેના છે. તેમાંથી પ્રથમ વખતના મતદારોની સંખ્યા 11.74 લાખ છે, જે 2012 અને 2017ની ચૂંટણીમાં 18-19 વય જૂથના મતદારોની સરખામણીમાં ઓછી છે. 


પ્રથમ વખતના મતદારો કુલ મતદારોના 2.39 ટકા


આ ચૂંટણીમાં પ્રથમ વખતના કુલ મતદારોના 2.39% છે. 2017ની ચૂંટણીમાં 2.7% (કુલ 4.33 કરોડમાંથી 11.8 લાખ) અને 2012માં 3.5% (3.81 કરોડમાંથી 13.3 લાખ)ની સરખામણીમાં તેમની સંખ્યામાં ઘટાડો એ રાજ્યમાં એકંદર મતદારોની સંખ્યાના વધારા સાથે સુસંગત છે.


80 વર્ષથી વધુ વયના 9.8 લાખ મતદારો


40 વર્ષથી ઓછી વયના મતદારોનો સૌથી વધુ હિસ્સો 30-39 વય જૂથનો છે. આ જૂથમાં 1.21 કરોડ મતદારો છે, જે રાજ્યના કુલ મતદારોના એક ચતુર્થાંશ જેટલા છે. વર્ષ 2017માં 30-39 વયજૂથના મતદારોની સંખ્યા 1.12 કરોડ હતી. બીજા નંબરે સૌથી વધુ મતદારો (1.03 કરોડ) 20-29 વય જૂથના છે. 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના 9.8 લાખ મતદારો છે, જે 2017માં 6.3 લાખથી વધુ છે.


પ્રથમ વખતના મતદારોની સંખ્યા 3.66% ના બદલે માત્ર 1 ટકો


મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ઓગસ્ટમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમનો એક મોટો પડકાર પ્રથમ વખત મતદારોની નોંધણીનો હતો. “18-19 વર્ષની વય જૂથના પ્રથમ વખતના મતદારોની સંખ્યા કુલ મતદારોના 3.66% હોવી જોઈએ. પરંતુ આપણે હાલમાં 1% પર છીએ. વધુમાં તેમણે કહ્યું કે સ્પેશિયલ સમરી રિવિઝન (SSR) હાલમાં હાથ ધરવામાં આવી રહ્યું છે તે 18-19 વય જૂથના મહત્તમ મતદારોની નોંધણી પર ધ્યાન કેન્દ્રિત કરે છે".


18-19 વય જૂથના મતદારો ઘટ્યા


હકીકતમાં, 18-19 વય જૂથ એકમાત્ર એવો સમૂહ છે કે જેમાં છેલ્લા પાંચ વર્ષમાં મતદારોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો વધુ સ્પષ્ટ છે કારણ કે ચૂંટણી પંચે ઓક્ટોબર 1, 2022 સુધી 18 વર્ષની વયના મતદારોની નોંધણીની મંજૂરી આપી હતી અને તેના માટે સપ્ટેમ્બરમાં વિશેષ ઝુંબેશનું આયોજન કર્યું હતું.


કયા જિલ્લામાં સૌથી વધુ અને ઓછા મતદારો?


ગુજરાતમાં પ્રથમ વખતના કુલ 11.74 લાખ મતદારોમાંથી લગભગ એટલી જ સંખ્યા બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન કરશે. પ્રથમ તબક્કામાં 18-19 વયજૂથના સૌથી વધુ મતદારો સુરતજિલ્લોમાં (1.02 લાખ) છે. , જ્યારે સૌથી ઓછા ડાંગ જિલ્લામાં (8,680) છે. ફેઝ-2માં, અમદાવાદ જિલ્લામાં પ્રથમ વખતના મતદારોમાં સૌથી વધુ મતદારો (93,428) છે, જ્યારે સૌથી ઓછા છોટા ઉદેપુરમાં (20,638) છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...