ગુજરાત વિધાનસભા ચૂંટણીના પાંચ દિવસ બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર રાજ્યમાં જોરશોરથી ચૂંટણી અભિયાન ચાલી રહ્યું છે. ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના દિવસે 89 બેઠકોનું મતદાન થનાર છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારોના ભવિષ્યનો ફેંસલો થશે. આ વખતે પ્રથમ તબક્કામાં 69 મહિલાઓ પણ ચૂંટણી મેદાને છે. આ 69 મહિલાઓમાં સૌથી વધુ સંપત્તિ ભાજપના ઉમેદવારા રિવાબા જાડેજા પાસે 97 કરોડ છે. જ્યારે સૌથી ઓછી સંપત્તિ ભાવનગર વેસ્ટ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર જયાબેન બોરિચા પાસે માત્ર 3000 રૂપિયા જ છે.
ભાજપ, કોંગ્રેસ, AAP અને અપક્ષની મહિલા કરોડપતિઓ
1-રિવાબા જાડેજા -જામનગર નોર્થ -97.35 કરોડ - ભાજપ
2-ભાનુબેન બાબરિયા-રાજકોટ રૂરલ-2.79 કરોડ -ભાજપ
3-ડો. દર્શિતા શાહ -રાજકોટ વેસ્ટ 10.05 કરોડ -ભાજપ
4-ઢેલીબેન ઓડેદારા-કુતિયાણા-3.63 કરોડ-ભાજપ
5-ડો. દર્શના દેશમુખ -નાંદોદ-3.69 કરોડ-ભાજપ
6-ગીતાબા જાડેજા -ગોંડલ- 4.14 કરોડ-ભાજપ
7-સંગીતા પાટીલ-લિંબાયત-2.10 કરોડ -ભાજપ
8-ભારતી પટેલ કરંજ -16.84-કરોડ- કોંગ્રેસ
9-હેમાંગીની ગરાસિયા -મહુવા- 8 કરોડ-કોંગ્રેસ
10-જેરમાબેન વસાવા -ડેડિયાપાડા-1.38 કરોડ-કોંગ્રેસ
11-કલ્પનાબેન ધોરિયા-લીંબડીના- 1.15 કરોડ- કોંગ્રેસ
12-કલ્પનાબેન મુન્સી -નવસારી- 1.48 કરોડ- કોંગ્રેસ
13-પન્નાબેન પટેલ-બારડોલી-2.26 કરોડ-કોંગ્રેસ
14-લાલુબેન ચૌહાણ-તળાજા-2.87 કરોડ-AAP
15-સેજલ ખૂંટ-ઉનાના-1.50 કરોડ-AAP
16-સુશિલાબેન વાઘ- બારડોલી-1.50 કરોડ-BSP
17-સંગીતાબેન આહીર-ડાંગ-1.35 કરોડ-BSP
18-પુનિતાબેન પારેખ-રાજકોટ સાઉથ-2.86 કરોડ-અપક્ષ
મહિલા ઉમેદવારો કેટલી છે શિક્ષિત?
રાજ્યની 89 બેઠકો પર ચૂંટણી લડી રહેલી મહિલા ઉમેદવારોમાં 21 મહિલાઓ ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ છે. જ્યારે 40 જેટલી મહિલાઓ 5થી 12 સુધીનો અભ્યાસ કરેલો છે. જ્યારે 8 જેટલી મહિલાઓ ડોક્ટર, મિકેનિકલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો છે. જો કે 7 મહિલા ઉમેદવાર અભણ પણ છે.
ગુનાઓમાં પણ મહિલાઓ પુરુષ સમોવડી
રાજ્યના પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈ ADRનો રિપોર્ટ આંખો ખોલી નાખે તેવો છે. પ્રથમ તબક્કામાં 69 મહિલાઓમાંથી 4 મહિલાઓ સામે પોલીસ સ્ટેશનમાં કેસો નોંધાયેલા છે. જેમાં એક મહિલા ઉમેદવાર સામે તો 3 કેસ નોંધાયેલા છે. કરંજના કોંગ્રેસના ઉમેદવાર ભારતી પટેલ સામે 3 કેસ નોંધાયેલા છે. રાજકોટ સાઉથ બેઠકના અપક્ષ ઉમેદવાર ભૂમિકા પટેલ સામે એક કેસ નોંધાયેલો છે. જ્યારે કામરેજના અપક્ષ ઉમેદવાર સુમનબેન કુશવાહ સામે 1 કેસ, રાજકોટ સાઉથ બેઠકના અપક્ષ ઉમેદવાર પુનિતાબેન પારેખ સામે એક કેસ નોંધાયેલો છે.